GSTV

સલામ છે/ માતા ભલે મરી ગઈ પણ કોઈની માને નહીં મરવા દઉ, ત્રીજા દિવસે જ ફરજ પર આવી ગયો

માતા

Last Updated on May 3, 2021 by Bansari

કોરોનાની આ કપરી સ્થિતિ દરેકની પરિક્ષા કરી રહી છે તેમાં પણ ખાસ કરીને હોસ્પિટલ તેમજ આરોગ્યની સેવા સાથે સંકળાયેલા મેડિકલ તથા પેરામેડિકલ સ્ટાફ માટે ઘરના સભ્યોને પોઝિટિવ થવાના ડર વચ્ચે ફરજ નિભાવવી તો ખુબ જ કપરી કસોટી સમાન થઇ ગયું છે. મેડિકલ તથા પેરામેડિકલ સ્ટાફ રાત-દિવસ જોયા વગર સતત કામ કરી રહ્યો છે તો બીજીબાજુ તેમના કારણે તેમના ઘરના સભ્યો પણ સંક્રમિત થઇ રહ્યા છે તેમ છતા આ ફરજનિષ્ઠ કર્મીઓ સતત કાર્યશીલ રહે છે. આવો જ એક કિસ્સો કલોલમાંથી સામે આવ્યો છે. જેમાં ૧૦૮ના પાયલોટે પોતાની માતાને ગુમાવી દીધાના ત્રીજા જ દિવસે તે પુનઃ કામે લાગી ગયો હતો.

માતા

ગાંધીનગરના કલોલનો કરૃણ અને પ્રેરણાદાયી કિસ્સો

કોરોનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. હોસ્પિટલોમાં બેડ કે ઓક્સિજન મળતાં નથી આવી સ્થિતિમાં લોકોને સૌથી વધારે ચિંતા પોતાના પરિવારની હોય છે. ત્યારે હોસ્પિટલ તથા આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા મેડિકલ તથા પેરામેડિકલ કર્મચારીઓ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર દિવસ-રાત છેલ્લા ઘણા દિવસોથી કામ કરી રહ્યાં છે.

ઘણા કર્મચારીઓના પરિવારમાં પોઝિટિવ કેસ આવ્યો હોવા છતાં આ કર્મનિષ્ઠ કર્મચારી ઓનલાઇન અથવા તો ઓફ લાઇન ફરજ ઉપર જોતરાઇ જાય છે. આવો એક કરૃણ અને પ્રેરણાદાયી કિસ્સો તાજેતરમાં ગાંધીનગરના કલોલમાં બન્યો છે. કલોલની ૧૦૮માં પાયલોટ તરીકે ફરજ બજાવતાં પ્રતિક વ્યાસના માતાને ઘણા વખતથી કિડનીની બિમારી હતી. તે દરમિયાન તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને આખરે તેમને તા.૨૩મીએ આખરી શ્વાસ લીધા હતાં.

માતા

માતાના મૃત્યુના ત્રીજા દિવસે જ ૧૦૮ એમ્બ્યુલન્સ ઉપર કામે ચઢી ગયાં

માતાના મરણથી પ્રતિક વ્યાસ સહિત ઘરના સભ્યો ઘેરા શોકમાં હતાં ત્યારે વધુ શોક રાખ્યા વગર ફરજને અગ્રીમતા આપતાં પ્રતિકભાઇ માતાના મૃત્યુના ત્રીજા દિવસે જ ૧૦૮ એમ્બ્યુલન્સ ઉપર કામે ચઢી ગયાં હતાં. આ કરૃણ સ્થિતિ અંગે પ્રતિકભાઇને પુછતાં તેમણે જણાવ્યું હતું કે, મારી માતા મરી ગઇ છે પણ બીજાની માતાને બચાવવા માટે હું સતત કાર્યશીલ રહીશ. ૧૦૮ એમ્બ્યુલન્સના પાયલોટ તરીકે મને જ્યારે કોલ આવે છે ત્યારે સામેથી દર્દી મારી માતા અથવા તો મારા પરિવારનું જ સભ્ય છે તેમ માનીને હું મારી ફરજ નિભાવું છું.

Read Also

Related posts

મોદી સરકારના આ નિર્ણયથી નારાજ થઇ સરકારી કંપનીઓ, સૌથી બધું કમાણી કરી આપતી કંપનીઓ હડતાલ પર

Damini Patel

આત્મનિર્ભરતા / વાંસમાંથી વિવિધ ચીજો બનાવી ગુજરાન ચલાવતા આદિવાસી કોટવાડિયા પરિવારોને વાંસ નહી મળતા જાતે ખેતી શરૃ કરી

Bansari

Indian Currency: એક રૂપિયાનો જુનો સિક્કો બનાવી શકે છે કરોડપતિ, ક્યાંક તમારી પાસે તો નથીને આ જુનો સિક્કો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!