GSTV
Home » News » છૂટાછેડા લીધાં બાદ લોકોએ કર્યા કેવા ગંદા સવાલ, આ એક્ટ્રેસે છતાં કર્યા અનેક રહસ્યો

છૂટાછેડા લીધાં બાદ લોકોએ કર્યા કેવા ગંદા સવાલ, આ એક્ટ્રેસે છતાં કર્યા અનેક રહસ્યો

બોલીવુડમાં કલ્કિ કોચલીન પોતાની એક્ટિંગના દમ પર જાણીતી છે. તે જે ફિલ્મમાં કામ કરે છે તેમાં પોતાની છાપ છોડી દે છે. તેણે શેતાન, દેવ ડી, યે જવાની હૈ દિવાની, ઝિંદગી ના મિલેગી દોબારા જેવી ઉમદા ફિલ્મોમાં કામ કર્યુ છે. આ તમામ ફિલ્મોમાં કલ્કિએ હટકે અને જબરદસ્ત રોલ નિભાવ્યા છે.

રૂપેરી પડદે કલ્કિ દબંગ મહિલાના કિરદારમાં નજરે પડી છે તેવી જ રીતે અલ જીંદગીમાં પણ તે ડેરિંબાજ જ છે. તેણે પોતાના જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો એકલાહાથે કર્યો છે.

તાજેતરમાં જ કલ્કિએ પોતાના કરિયર અને જીવન સાથે સંબંદિત એક મોટો ખુલાસો કર્યો છે. કલ્કિએ પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતાં જણાવ્યું કે જ્યારે હું ઓડિશન્સ માટે જતી ત્યારે તેણે એક્સ્ટ્રા કપડા સાથે રાખવા પડતાં.

આ દરમિયાને તેણે અનેક રિજેક્શનનો સામનો કરવો પડ્યો. પરંતુ તેણે હાર ન માનતા સંઘર્ષ કર્યો અને સખત મહેનત બાદ તેને ‘દેવ ડી’ ફિલ્મ મળી પરંતુ તે બાદ તેને 2 વર્ષ સુધી કંઇ કામ ન મળ્યુ. તે બાદ પણ હાર ન માનતા કલ્કિ સંઘર્ષ કરતી રહી અને વર્ષ 2011માં એવો સમય આવ્યો કે તેની એકસાથે ચાર ફિલ્મો રીલીઝ થઇ.

કલ્કિએ જણાવ્યુ કે, તેના અને અનુરાગના છૂટાછેડા થયા તે બાદ તેણે અનેક અફવાઓનો સામનો કરવો પડ્યો. જ્યારે પણ તે કોઇ પુરુષમિત્ર સાથે બહાર જતી ત્યારે મીડિયા તેવુ દર્શાવતી કે તેની સાથે કલ્કિનુ અફેર છે.

પાડોશીઓ પણ તેની પર્સનલ લાઇફ વિશે સવાલો કરતાં. અનેક લોકો સાથે તેનું નામ જોડવામાં આવ્યુ પરંતુ તેણે આ બધી જ વાતોને નજરઅંદાજ કરી. જણાવી દઇએ કે કલ્કિ ટ્રાવેલ શૉ ‘કલ્કિઝ ગ્રેટ એસ્કેપ’ અને ‘મેડ ઇન હેવન’ વેબ સીરીઝમાં કામ કરી ચુકી છે.

Read Also

Related posts

બોક્સઓફિસ પર છવાયો ‘ડ્રીમ ગર્લ’નો જાદુ, 10 દિવસમાં કરી અધધધ… કમાણી

Dharika Jansari

અમદાવાદ : ‘કોઈને કહ્યું તો જાનથી મારી નાંખીશ’ ત્યારે યુવકને ખ્યાલ આવ્યો કે મારું અપહરણ થયું હતું

Mayur

આ…શું! ચોથા ક્રમે બેટિંગ માટે એકસાથે ઉભા થઇ ગયાં ઋષભ પંત અને શ્રેયસ ઐય્યર!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!