GSTV

શ્રીકાર: કાલાવડમાં સવારના છ થી સાંજે છ વાગ્યા સુધી 15 ઇંચ વરસાદ ખાબક્યો, 150થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર

Last Updated on September 13, 2021 by Pritesh Mehta

જામનગરના  કાલાવડમાં સવારના છ થી સાંજે છ વાગ્યા સુધીમાં 15 ઇંચ વરસાદ વરસ્યો છે..જામનગરમાં સાડા ચાર ઇંચ, ધ્રોલમાં ત્રણ, જોડિયામાં બે ઇંચ વરસાદ વરસ્યો છે.જ્યારે અન્ય પાંચ તાલુકાના ગામડાઓમાં 15 થી 25 ઇંચ વરસાદ વરસ્યો છે.36 ગામડાઓમાંથી 150 ઉપરાંત વ્યક્તિઓનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે.

એરફોર્સના 6 ચોપરથી 56 લોકોનું સ્થળાંતર કરાયું

એરફોર્સના 6 ચોપરથી 56 લોકોનું સ્થળાંતર કરાયું છે..જામનગર જિલ્લાના 26 પૈકીના 17 ડેમ ઓવરફ્લો થયા છે.. જામજોધપુર નજીક સમાણા ગામે કોઝવે પરથી કાર તણાતા દંપતીનું મોત થયું છે..તો ભારે વરસાદના કારણે 19 ગાય, ભેંસના મોત થયા છે.. બે એનડીઆરએફ, ચાર નેવી,  છ ફાયર અને એક એસડીઆરએફ ની ટિમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહ્યું છે. જામનગર શહેરમાં 1500 લોકોનું સ્થળાંતર અને રેસ્ક્યુ કરાયું છે.. અસરગ્રસ્ત તમામ લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઈ છે.

READ ALSO

Related posts

દેશમાં પાણીના સંકટની સ્થિતિ પર ગંભીરતા, 2030 સુધીમાં દેશના 50 ટકા હિસ્સામાં પાણીની તંગી સર્જાશે

Damini Patel

ભોપાલમાં ‘આશ્રમ 3’ વેબ સિરીઝના શૂટિંગ દરમિયાન હોબાળો, બજરંગ દળના કાર્યકર્તાઓએ વાહનોમાં કરી તોડફોડ

pratik shah

રીક્ષા ડ્રાઇવરને આઈટી વિભાગની રૂ. 3.47 કરોડની ટેક્સ નોટીસ, ચાલાક પોતે પણ જોઈ ચોકી ગયો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!