GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

ખરાબ રિવ્યુ બાદ પણ વર્ષની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ‘કલંક’, પહેલાં જ દિવસે છપ્પરફાડ કમાણી

કરણ જોહરની પિરિયડ લવ સ્ટોરી કલંકે બોક્સ ઓફિસ પર ચાલી રહેલાં મંદીનાં કલંકને ધોઈ નાખ્યુ છે. 17 એપ્રિલે રિલિઝ થયેલી ફિલ્મે પહેલાં જ દિવસે જોરદાર કમાણી કરીને વર્ષની સૌથી ધમાકેદાર ઓપનિંગનો રેકોર્ડ તોડી પોતાના નામે કરી નાખ્યો છે.

Kalank

લાંબા વિકેન્ડનો ફાયદો લેવા માટે નિર્માતાઓએ કલંક મુવીને મિડવીક એટલેકે બુધવારે રિલીઝ કરી હતી. દેશભરમાં ફિલ્મ 4000 સ્ક્રિન પર રિલીઝ કરવામાં આવી હતી. જ્યારે ઓવરસીઝમાં તેને 1300 સ્ક્રિનમાં રિલીઝ કરવામાં આવી હતી. વરૂણ ધવન અને આલિયા ભટ્ટની આ સૌથા મોટી રીલીઝ ફિલ્મ છે. બુધવારે મહાવીર જયંતીની રજાને કારણે કલંકને શાનદાર ઓપનિંગ મળ્યુ હતુ.

ટ્રેડ સુત્રો મુજબ ફિલ્મે પહેલાં જ દિવસે 21.60 કરોડ રૂપિયાની કમાણી કરી છે.આ કમાણી સાથે કલંક વર્ષ 2019ની સૌથી મોટી ઓપનિંગ કરવાવાળી મુવી બની ચૂકી છે. કલંકે અક્ષય કુમારની કેસરીને ઓપનિંગ કલેક્શનની રેસમાં પાછળ પાડી દીધી છે. ચાલુ વર્ષનાં ટોપ 5 ઓપનિંગ કલેક્શન જોઈએતો તે આ મુજબ છે.

•     કલંક – 21.60 કરોડ રૂપિયા

•     કેસરી – 21.06 કરોડ રૂપિયા

•     ગલી બોય – 19.40 કરોડ રૂપિયા

•     ટોટલ ધમાલ – 16.50 કરોડ રૂપિયા

•     મણિકર્ણિકા- ધ ક્વિન ઓફ ઝાંસી – 8.75 કરોડ રૂપિયા

વિદેશમાં પણ કલંકનું પ્રદર્શન સારૂ રહ્યુ છે. કલંક યુકે અને ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2019ની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે. આની પહેલાં રેકોર્ડ દંગલ અને પદ્માવતનાં નામે રહ્યો હતો.પદ્માવતે લગભગ 113000 પાઉન્ડ એટલેકે 1.02 કરોડ રૂપિયાનું ઓપનિંગ કર્યુ હતુ. જ્યારે દંગલે 116000 પાઉન્ડ એટલેકે 1.05 કરોડ રૂપિયાનું ઓપનિંગ કર્યુ હતુ. જ્યારે કલંકે ઓસ્ટ્રેલિયામાં 141000 યુરો એટલેકે 1.10 કરોડ રૂપિયાનું રેકોર્ડ ઓપનિંગ કર્યુ છે.

kalank memes

અભિષેક વર્મન નિર્દેશિત કલંક વર્ષ 1945ની એક પ્રેમ કહાની છે. ફિલ્મમાં વરૂણ ધવન, આલિયા ભટ્ટ, સંજય દત્ત, માધુરી દિક્ષીત, આદિત્ય રોય કપૂર, સોનાક્ષી સિન્હા અને કૃણાલ ખેમુ મુખ્ય ભુમિકામાં છે. કલંકની સ્ટોરીનાં કેન્દ્રમાં વરૂણ અને આલિયાનાં પાત્રનો પ્રેમ દર્શાવવામાં આવ્યો છે.ખાસ વાત એ છેકે, કલંક મુવીને સમીક્ષકોએ મિશ્ર પ્રતિક્રિયા આપી છે.

Read Also

Related posts

લોકડાઉનમાં પણ મુકેશ અંબાણી પણ ધનવર્ષા: Jioમાં છઠ્ઠુ સૌથી મોટુ રોકાણ, અબૂધાબીની આ કંપની કરશે ડીલ

Bansari

કોરોના રસીને લઇને ટ્રમ્પનો મોટો દાવો, 2 મિલિયનથી વધારે ડોઝ તૈયાર

Bansari

અમેરિકામાં દરેક રેકોર્ડ તોડી રહ્યો છે Corona, નાવા કેસના આંકડા જોઈને ફફડી ઉઠશો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!