‘Kalank’ Teaser: પ્રેમ,બદલો અને બરબાદીની કહાની એટલે ‘કલંક’

Kalank

ફિલ્મમેકર કરણ જોહરની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ Kalank કલંકનું ટીઝર રીલીઝ થઇ ગયુ છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, વરુણ ધવન, સંજય દત્ત, માધુરી દિક્ષિત અને સોનાક્ષી સિન્હા લીડ રોલમાં છે.

ટીઝરમાં એક એક કરીને આ સ્ટાર્સનો પરિચય આપવામાં આવ્યો છે. સૌ પ્રથમ માધુરીની ઝલક જોવા મળી છે જે ઉમદા નૃત્ય કરતી નજરે પડે છે. વરુણ ધવન મેદાનમાં લોહીથી લથપથ દેખાઇ રહ્યો છે.

આદિત્ય રૉય કપૂર દુલ્હાના અને આલિયા દુલ્હનના અવતારમાં જોવા મળી રહી છે. પરંતુ આદિત્ય લાચાર લાગી રહ્યો છે.

તેવામાં સંજય દત્ત એકલતામાં જીવતો નજરે પડી રહ્યો છે. તમામ કિરદાર પોતાના લુકમાં પરફેક્ટ લાગી રહ્યાં છે.

ટીઝરમાં એક્શન, રોમાન્સ, ડાન્સ અને ઇમોશન ભરપૂર છે. લોકોને ફિલ્મનું ટીઝર પસંદ આવી રહ્યું છે.

અત્યાર સુધી આપણે સંજય લીલા ભણસાલીની ફિલ્મોમાં ભવ્ય સેટ, કોસ્ટ્યુમ અને લોકેશન્સ જોયા છે. આવો જ નજારો કરણ જોહરની આ ફિલ્મમાં જોવા મળશે.

ટીઝરમાં સંજય દત્તની ઝલકથી શરૂઆત થાય છે. ટીઝરમાં વર્ષ 1940 દરમિયાનની લડાઇ દર્શાવવામાં આવી છે.

બલરાજના કિરદારમાં સંજય દત્ત દમદાર લાગી રહ્યાં છે.

તાજેતરમાં જ ફિલ્મના દરેક કિરદારના પોસ્ટર્સ રીવિલ કરવામાં આવ્યાં હતાં જે બાદ ટીઝર જોવાની ઉત્સુકતા દર્શકોમાં વધી ગઇ હતી.

ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો અંગ્રેજોના દોરમાં લાહોરની હીરા મંડીમાં લુહારો દ્વારા પોકારવામાં આવેલા બળવા પર આધારિત આ ફિલ્મ છે. આ ફિલ્મ 1940ના બેકડ્રોપ પર બની છે. ફિલ્મના કિરદારોને જોઇને લાગી રહ્યું છે કે ફિલ્મ દમાકેદાર હશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter