GSTV
Home » News » KALANK REVIEW : ફિલ્મ કરણ જોહરની ઓછી અને સંજય લીલા ભણશાળીની વધારે લાગે છે

KALANK REVIEW : ફિલ્મ કરણ જોહરની ઓછી અને સંજય લીલા ભણશાળીની વધારે લાગે છે

કરન જોહરની મચ અવેઈટેડ ફિલ્મ કલંક આજથી થીએટરોમાં લાગી ચૂકી છે. ફિલ્મની સ્ટારકાસ્ટને લઈ પહેલાથી ઘણી બધી ચર્ચાઓ થઈ રહી હતી. તો બીજી તરફ ફિલ્મને લઈ સ્ટાર્સે પ્રમોશનમાં પણ કંઈ બાકી નહોતું રાખ્યું. ત્યારે જોઈએ કે કેવી છે બોલિવુડની આ મલ્ટીસ્ટારર આ ફિલ્મ.

કહાની

ફિલ્મની વાર્તા 1940માં આકાર લે છે. જ્યાં હુસૈનાબાદ આવેલું છે. જ્યાં રૂપ (આલિયા ભટ્ટ)ની દુનિયા એ વખતે બદલી જાય છે જ્યારે તે પોતાની બહેનોના ભવિષ્યને સુરક્ષિત કરવામાં માટે દેવ ચૌધરી (આદિત્ય રોય કપૂર) સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય છે. કેન્સરગ્રસ્ત સત્યા (સોનાક્ષી સિંહા) મરતા પહેલા પોતાની છેલ્લી ઈચ્છા સામે રાખે છે કે, તે પોતાના પતિ દેવને પોતાની જગ્યાએ પત્નીના રૂપે એક સાથી દેવા માગે છે. રૂપ એટલે કે (માધુરી દીક્ષિત) કોઠા પર ગીત શીખવા માટે જાય છે. જ્યાં તેની મુલાકાત હીરામંડી નામના વિસ્તારમાં લુહાર તરીકે કામ કરતાં જફર (વરૂણ ધવન) સાથે થાય છે. પણ તે એ વાત છૂપાવે છે કે તે તે બહાર બેગમ અને દેવ ચૌધરીના પિતા બલવંત ચૌધરીની નાજાયજ સંતાન છે. ફિલ્મમાં દેશના ભાગલાની વાર્તા પેરલલ ટ્રેક પર ચાલે છે. પ્રી ક્લાઈમેક્સ સુધી જાણી જાય છે કે તેનો નાજાયજ ભાઈ ઝફર છે અને તેની પત્ની જ તેની પ્રેમિકા છે. પણ ત્યાં સુધીમાં દેવ વિરૂદ્ધ અબ્દુલ (કૃણાલ ખેમુ) દંગાની શરૂઆત કરે છે. અને કહાની એક નવો વળાંક લે છે.

ડાયરેક્શન

નિર્દેશક અભિષેક વર્મનની કહાની ખૂબ જ ગુંચવાયેલી જોવા મળે છે. ફિલ્મનો ફસ્ટ હાફ ઘણો જ ધીમો છે. નિર્દેશક ભાગલા પહેલા કલાકારોને સ્થાપિત કરવામાં ખૂબ સમયનો વ્યય કર્યો છે. તો બીજી બાજુ સ્ક્રિનપ્લે ખૂબ જ નબળો છે. જે વાર્તાને બોરિંગ કરી નાખે છે. તો ફિલ્મના સેટ અને કોસ્ટ્યુમના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. આમ પણ કરન જોહરની ફિલ્મોમાં સ્ક્રિપ્ટ કરતાં કોસચ્યુમ પર વધારે ધ્યાન આપવામાં આવે છે. ફિલ્મને જોવી એ કોઈ વિઝ્યુએલ ટ્રીટની માફક અનુભવ કરાવે છે. ઘણી જગ્યાએ ફિલ્મ કરન જોહરની ઓછી અને ભણશાળીની વધારે દેખાય છે. ફિલ્મના કેટલાક સંવાદો દમદાર છે. પણ ઘણી જગ્યાએ ડાયલોગબાજી ઓવર થઈ જાય છે. કાફી સિનેમેટિક લીબર્ટીનો ડાયરેક્ટરે ઉપયોગ કર્યો છે. ફિલ્મ જોઈએ તેના કરતાં વધારે લાંબી છે જેના કારણે સીટ પર જકડાઈને ઓડિયન્સ બેસી નથી શકતી. ઉપરથી ફિલ્મ વારંવાર બોર કર્યા કરે છે.

kalank first look

અભિનય

ફિલ્મનો તમામ આધાર વરૂણ ધવન અને આલિયા ભટ્ટના ખભ્ભા પર છે. બાકીના કલાકારોનું કામ સાઈડ રોલનું છે. આદિત્ય રોય કપૂર તો પ્રમોશનથી પણ દૂર રહ્યો હતો. ઉપરથી તેની છેલ્લી રિલીઝ ફિલ્મો ફ્લોપ રહી હોવાથી ફેન્સને આદિત્ય પર રસ નથી રહેતો. જો કે તેનો ખામોશ અભિનય પ્રભાવ છોડી જાય છે. વરૂણ અને આલિયાએ સશક્ત અભિનયનો એક સારો નમૂનો આપ્યો છે. સત્યાના કિરદારમાં સોનાક્ષીએ સારો ન્યાય આપ્યો છે. માધુરી દીક્ષિતે ડાન્સ અને અભિનય બંનેમાં દમદાર કામ કર્યું છે. સંજય દત્ત અને કિઆરા અડવાણીની ભૂમિકા ખૂબ નાની છે. ફિલ્મના બીજા કલાકારો સ્ક્રિન પર એટલા દેખાય છે કે સંજય અને કિઆરાનો ચાન્સ નથી રહેતો. કૃણાલ ખેમુએ અબ્દુલના કિરદારને યોગ્ય ન્યાય આપ્યો છે. સૌથી વધારે પ્રિતમનું સંગીત રોચક લાગી રહ્યું છે. ખાસ ફસ્ટ ક્લાસ ગીત થીએટરમાં સીટી મારવા પર મજબૂર કરે છે.

READ ALSO

Related posts

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

Path Shah

જેનું કામ ખાવાનું પહોંચાડવાનું હતુ, તેનુ ગીત થયુ વાયરલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!