GSTV
Home » News » વરૂણ ધવન-આલિયા ભટ્ટની ફિલ્મ ‘કલંક’ની ઊડી મજાક, મીમ્સ વાયરલ

વરૂણ ધવન-આલિયા ભટ્ટની ફિલ્મ ‘કલંક’ની ઊડી મજાક, મીમ્સ વાયરલ

kalank memes

અભિષેક વર્મનના નિર્દેશનમાં બનેલ ફિમ કલંકને પબ્લિક અને ક્રિટિક્સનો મિક્સ પ્રતિભાવ મળ્યો છે. ફિલ્મની વાર્તાને ક્રિટિક્સ નબળી જણાવે છે. વરૂણ ધવન અને આલિયા ભટ્ટની આ મલ્ટીસ્ટારર ફિલ્મ પર લોકોને બહુ આશાઓ હતી, પરંતુ ફિલ્મને મળી રહેલા ઠંડા પ્રતિભાવોની કોઇએ પણ કલ્પના નહોંતી કરી. કલંક માટે સોશિયલ મીડિયામાં ઘણા ફની મીમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે.

લોકો કલંકની સરખામણી ગયા વર્ષે રિલીઝ થયેલી શાહરૂખની ફિલ્મ ઝીરો સાથે કરી રહ્યા છે. કલંકને કંટાળાજનક અને ટાઇમ વેસ્ટ ગણાવી રહ્યા છે. કલંક જોયા બાદ દર્શકોની શું હાલત થઈ રહી છે, જે યૂઝર્સ ફની મીમ્સ દ્વારા દર્શાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, કલંક દર્શકોની આશાઓ પર ખરી નથી ઉતરી. તેમણે ફિલ્મ વિશે શું વિચાર્યું હતું અને હકિકતમાં કઈંક બીજુ જ નીકળ્યું છે.

પહેલા દિવસે બૉક્સ ઓફિસ પર કલંકની 21 થી 23 કરોડની કમાણીની આશા હતી. આ ફિલ્મને 5 દિવસના લાંબા વીકેન્ડનો ફાયદો મળશે. કલંકમાં ઘણાં વર્ષો બાદ એક્સ લવર્સ માધુરી દીક્ષિત અને સંજય દત્તની જોડી જોવા મળી છે. તેમણે ફિલ્મના સીન્સ સાથે શૂટ કર્યા છે. તો વરૂણ અને આલિયાની હિટ જોડી પણ ફિલ્મમાં છે. કલંકમાં સોનાક્ષી સિન્હા અને આદિત્ય રૉય કપૂર પણ મહત્વના રોલમાં છે. 

ઉલ્લેખનિય છે કે, કલંક કરણ જોહરની ડ્રીમ પ્રોજેક્ટ મૂવી છે. આ ફિલ્મ પહેલાં તેમના પિતા યશ જોહર બનાવવા ઇચ્છતા હતા, કેટલાંક કારણોસર પ્રી-પ્રોડક્શન બાદ ફિલ્મ આગળ ન વધી શકી. ફિલ્મની વાર્તા 1940 ના દશક પર આધારિત છે. કલંકમાં મસાલો છે, ડ્રામા છે, કલાકારોની સારી એક્ટિંગ છે, પરંતુ વાર્તા જ ગાયબ છે. વાયરલ થઈ રહેલ ફની મીમ્સ બાદ હવે જોવું રહ્યું કે, લવ સ્ટોરી બેસ્ડ કેટલી કમાણી કરે છે. આમ તો કલંકને થિયેટર્સમાં સિંગલ રિલીઝનો ફાયદો મળશે.

Read Also

Related posts

રાજકોટ: જેતપુરના DYSP ભરવાડનું ધરપકડ વોરન્ટ ઇશ્યૂ , રૂપિયા 8 લાખ ની લાંચ કેસમાં છે ફરાર

Riyaz Parmar

ક્રુડ ઓઈલમાં આવેલા ઉછાળાથી મંદીમાં ફસાયેલા ઓટો ઉદ્યોગ પર માર

Kaushik Bavishi

અમદાવાદ: મનપા દ્વારા જર્જરીત મકાનો દૂર કરાયા, અનેક પરિવારો બેઘર બનતા હાલાકી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!