GSTV
Home » News » રિલીઝના બીજા જ દિવસે કલંકનો બોક્સઓફિસ પર ફટાકીયો થઈ ગયો

રિલીઝના બીજા જ દિવસે કલંકનો બોક્સઓફિસ પર ફટાકીયો થઈ ગયો

આલિયા ભટ્ટ, સોનાક્ષી સિન્હા, વરૂણ ધવન, સંજય દત્ત, માધુરી દીક્ષિત સ્ટારર ફિલ્મ કલંકે પહેલા જ દિવસે 2019ની હાઈએસ્ટ ઓપનર ફિલ્મ બનવાનું સૌભાગ્ય મેળવ્યું હતું. જો કે બીજા દિવસે તો ઓડિયન્સેફિલ્મને નકારી દીધી હતી. . જેના કારણે ફિલ્મની લોકપ્રિયતામાં ઘણો ઘટાડો થયો હતો. ફિલ્મનો રિલીઝના ત્રીજા દિવસે જ ધબડકો થઈ ગયો હતો. આ ફિલ્મે ત્રીજા દિવસે માત્ર 11.60 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

એવું માનવામાં આવી રહ્યું હતું કે, ફિલ્મ શુક્રવારે સારી કમાણી કરી લેશે કારણ કે એ દિવસે રજા હતી. આમ છતાં ફિલ્મ કોઈને પસંદ નહોતી આવી. ફિલ્મની સ્ટોરી જોઈને તો દર્શકો પણ શોક થઈ ગયા હતા કારણ કે ફિલ્મનું જે રીતે પ્રમોશન કરવામાં આવી રહ્યું હતું અને ફિલ્મના ગીતો જે રીતે ઓડિયન્સને પસંદ આવી રહ્યા હતા તે રીતે ફિલ્મ આ વર્ષે બ્લોકબસ્ટર જશે તેવું લાગી રહ્યું હતું, પણ મેકર્સના એ તમામ મનસૂબાઓ ઉપર પાણી ફરી વળ્યું હતું.

કલંકે પહેલા દિવસે 21.60 કરોડની કમાણી કરી હતી. સાથે જ આ વર્ષની પહેલા દિવસે કમાણી કરનારી સૌથી મોટી ઓપનર ફિલ્મ બની હતી. બીજા દિવસે ફિલ્મની કમાણી અડધી થઈ ગઈ હતી અને માત્ર 11.45 કરોડની કમાણી કરી હતી. ત્રીજા દિવસે 11.60 કરોડની કમાણી કરી હતી. કુલ મળીને ઈન્ડિયન બોક્સઓફિસ પર ફિલ્મે 44.65 કરોડની કમાણી કરી લીધી છે.

જણાવી દઈએ કે ફિલ્મને 4000 સ્ક્રિનમાં રિલીઝ કરવામાં આવી છે. જ્યારે વિશ્વભરમાં આ ફિલ્મને 5300 સ્ક્રિન પર રિલીઝ કરવામાં આવી છે. 2019માં સૌથી વધારે સ્ક્રિન પર કોઈ ફિલ્મને રિલીઝ કરવામાં આવી હોય તો તેમાં કલંકનો સમાવેશ કરવામાં આવે છે. જે રીતે બીજા અને ત્રીજા દિવસની કમાણી ખૂબ ઓછી રહી છે.

READ ALSO

Related posts

રામ જન્મભૂમિ પર હિંદુઓનો અધિકાર, અયોધ્યા બનશે દુનિયાનું કેન્દ્ર: સુબ્રમણ્યમ સ્વામી

Bansari

આ રાજ્યનાં મુખ્યમંત્રીનો કૂતરો મરી ગયો તો ડોક્ટર સામે પોલીસ કેસ થયો, જાણો શું છે મામલો

Riyaz Parmar

આ દેશમાં 100 વર્ષની ઉંમરને પાર કરનાર 71 હજાર લોકો, મહિલાઓની સંખ્યા જાણી ચોંકી જશો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!