GSTV
Home » News » મોદીની મુલાકાત: કુમકુમ-તિલક સાથે માતા હિરાબાએ આપ્યા આશીર્વાદ

મોદીની મુલાકાત: કુમકુમ-તિલક સાથે માતા હિરાબાએ આપ્યા આશીર્વાદ

પ્રચંડ બહુમત મેળવીને ફરીથી વડાપ્રધાન પદ માટે ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત આવ્યા. જ્યાં તેમણે અમદાવાદ એરપોર્ટ નજીક સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાર્પણ કર્યુ હતું. ત્યાર બાદ પદનામિત પીએમ મોદી ખાનપુર સ્થિત ભાજપનાં જુના કાર્યાલય ખાતે આવ્યા હતાં. જ્યાં તેમણે જનસભાને સંબોધન કર્યુ હતું. જન યાદો વાગોળી હતી. પોતનાં ભાષણનાં અંતમાં નરેન્દ્ર મોદીએ મમતા દીદી પર કટાક્ષ કર્યો હતો.

ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલયે સભા પુર્ણ કર્યા બાદ નરેન્દ્ર મોદી પોતાની માતા હિરાબાને મળવા રાયસણ ગાંધીનગર ખાતે આવી પહોંચ્યાં હતાં. જ્યાં તેમને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. રાયસણનાં વૃંદાવન બંગ્લોઝનાં 15 નંબરનાં મકાનમાં નરેન્દ્ર મોદીનાં નાના ભાઇ પંકજ મોદી સાથે માતા હિરાબા રહે છે. માતા હિરાબાને મળીને પીએમ તેમનાં આશીર્વાદ લીધા હતાં. આ પહેલા મોદી 23 એપ્રિલે મતદાન કરવા માટે આવ્યા ત્યારે પણ તેમણે માતા હિરાબા સાથે મુલાકાત કરી હતી.

અમદાવાદનાં મહેમાન બનેલા મોદીએ મોડી સાંજે ગાંધીનગરમાં માતા હીરાબાના આશીર્વાદ લીધા હતા. તેમણે લગભગ 15 મિનિટ સુધી માતા અને પરિવારના સભ્યો સાથે સમય ગાળ્યો. હીરાબા ગાંધીનગરમાં રાયસણ પાસે પીએમ મોદીના નાના ભાઈ પંકજ મોદીના ઘરે રહે છે. ત્યારે પીએમ મોદી જ્યારે પણ ગુજરાત મુલાકાતે આવે ત્યારે અચૂક માતા હીરાબા પાસે આશીર્વાદ લેવા આવતા હોય છે. ફરી પીએમ આવવાના હોવાથી હીરાબાના ઘર અને આસપાસ મોટી સંખ્યામાં લોક ઉમટી પડ્યા હતા. પીએમ મોદીની એક ઝલક મેળવવા લોકોની ભીડ ઉમટી હતી. ત્યારે મોદીએ પણ લોકોનું અભિવાદ ઝીલ્યું હતું.

READ ALSO

Related posts

આમને કોઈ ન પહોંચે : અદાણી હવે ખીચડી વેચશે, 300 કરોડ રૂપિયાનો મૂક્યો ટાર્ગેટ

Arohi

ઈનોવેશન ઇન્ડેક્સમાં દેશમાં ગુજરાત પાછળ, 7 માપદંડના બનાવાયા હતા આધાર

pratik shah

નવી નકોર નોટ હાથમાં આવે તો ચેતજો, સરકારે આ વર્ષે નોટ છાપી જ નથી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!