GSTV

આનંદો/ કાંકરિયા લેક- ફ્રન્ટ આજથી મુલાકાતીઓ માટે થશે ઓપન, ફૂડ સ્ટોલ-રાઇડ્સ હજુ બંધ જ રહેશે

અમદાવાદ શહેરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે બીજી તરફ શહેરનું પ્રખ્યાત કાંકરિયા લેક ફ્રન્ટ આજથી મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કાંકરિયા લેક.. ઝુ.. બાલવાટીકા તેમજ બટરફ્લાય પાર્ક શરૂ કરવામાં આવશે. જોકે બાકીના આકર્ષણો કીડ્સ સીટી, વિવિધ રાઇડસ, અટલ એક્સપ્રેસ સહિતના મનોરંજનો હજુ બંધ રહેશે. મુલાકાતીઓ માટે કાંકરિયાના સાત ગેટમાંથી ગેટ નંબર ૧..૩..અને ૪ ખોલવામાં આવશે..બટરફ્લાય પાર્કબાલ વાટીકામાં એક સાથે 100 લોકોને એન્ટ્રી મળશે.

કાંકરિયા લેક- ફ્રન્ટ આજથી મુલાકાતીઓ માટે થશે ઓપન

નોંધપાત્ર છે કે ઘાતક કોરોનાના કેરને જોતા કાંકરિયા મુલાકાતીઓ માટે શરૂ કરતા પહેલા સેનેટાઇઝીંગની કામગીરી કરવામાં આવી છે. મુલાકાતીઓએ કોવિડની ગાઇડ લાઇનનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. મુલાકાતીઓ વચ્ચે અંતર જળવાઇ રહે તે માટે કાંકરિયા પરિસરમાં મહત્તમ એક હજાર લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. કોરોના મહામારીને પગલે ૨૫ માર્ચે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતુ… તે અગાઉથી જ કાંકરિયાને બંધ કરી દેવામાં આવ્યું હતું જે હવે શરૂ કરવામાં આવશે.

કાંકરિયા પરિસરમાં મહત્તમ એક હજાર લોકોને જ પ્રવેશ આપવામાં આવશે

કાંકરિયા લેકફ્રન્ટમાં સવારે ફરવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. અમદાવાદના સૌથી મોટા પ્રાણીસંગ્રહાલય કાંકરિયા સ્થિત કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયમાં ૧૯૦૦થી વધુ પશુ-પક્ષીઓ છે અને ખાસ કરીને રવિવાર તેમજ રજાના દિવસે મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટતા હોય છે. જોકે, ફૂડ કોર્ટ-બોટિંગ કે અન્ય રાઇડ્સને હજુ બંધ જ રાખવામાં આવશે.

READ ALSO

Related posts

વિજયા દશમીના પર્વે વડોદરાના રાજવી પરિવાર દ્વારા વિધિવત રીતે શસ્ત્રોની પૂજા કરવામાં આવી

Nilesh Jethva

મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગાંધીનગર સ્થિત નિવાસ્થાને દશેરાના પર્વ નિમિતે કરાયું શસ્ત્ર પૂજન

Nilesh Jethva

BIG BREAKING/ રિઝર્વ બેંક ઓફ ઈંડિયાના ગવર્નર શક્તિકાંત દાસ કોરોના પોઝિટીવ, આઈસોલેશનમાં રહી કરશે કામ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!