કાકાની ગર્લફ્રેન્ડ ભત્રીજો પટાવી ગયો, પણ કાકા તો કાકા કહેવાય એટલે ભત્રીજાને પતાવી દીધો

ન જાણે કેવા કેવા લોકો પ્રેમમાં પડે છે અને પછી શું શું કરી બેસે છે. એક એવો જ કિસ્સો સામે આવ્યો છે હૈદરાબાદથી. પોલીસે હત્યાના એક બનાવમાં ત્રણ વર્ષ પછી હૈદરાબાદ ખાતેથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. વ્યક્તિએ તેના ભત્રીજાની હત્યા કરી નાખી હતી. 37 વર્ષનાં વ્યક્તિને આશંકા હતી કે તેના ભત્રીજાનું અફેર તેની જ ગર્લફ્રેન્ડ સાથે ચાલી રહ્યું છે. માટે કાકાએ હત્યા કરી નાખી હતી. હત્યા બાદ કાકાએ તેના ભત્રીજાના મૃતદેહને ફ્લેટની બાલ્કનીમાં દાટી દીધો હતો. ફ્લેટના રિનોવેશન સમયે હાડપિંજર મળી આવતા આ ઘટના સામે આવી હતી.

2012માં ઓરિસ્સાના ગુંજમનો નિવાસી બિજય કુમાર મહારાણા દિલ્હી રહેવા માટે આવ્યો હતો. અને જોવા જેવું એ હતું કે અહીં આવવા પાછળનું કારણ એવું હતું કે તેની ગર્લફ્રેન્ડ પણ દિલ્હીમાં રહેવા માટે આવી હતી. 2015ના વર્ષમાં બિજયનો ભત્રીજો જય પ્રકાશ પણ હૈદરાબાદથી દિલ્હી રહેવા માટે આવ્યો હતો. બિજય અને જય પ્રકાશ દિલ્હીના દ્વારકા વિસ્તારમાં એક જ ફ્લેટમાં સાથે રહેતા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે બિજય નોઇડાના સેક્ટર 144માં આવેલી એક આઈટી કંપનીમાં કામ કરતો હતો, જ્યારે જય પ્રકાશ ગુરુગ્રામની એક કંપનીમાં કામ કરતો હતો. સમય જતાં જય પ્રકાશના બિજયની ગર્લફ્રેન્ડ સાથે સારા સંબંધો બની ગયા હતા, બિજયને આ વાત પંસદ ન હતી. દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે જય અને તેની ગર્લફ્રેન્ડની મિત્રતા પસંદ ન હોવાથી બિજયે જયની હત્યા કરી નાખવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.

6 ફેબ્રુઆરી, 2016ના રોજ જય જ્યારે ઊંઘી રહ્યો હતો ત્યારે બિજયે તેના માથા પર સિલિંગ ફેનની મોટરથી વાર કર્યો હતો અને તેની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ બિજયે જયના મૃતદેહને ફ્લેટની બાલ્કનીમાં માટી ખોદીને દાટી દીધો હતો. એટલું જ નહીં તેણે બાલ્કનીમાં ફૂલઝાડ પણ વાવી દીધા હતા. હત્યાના એક અઠવાડિયા બાદ તેણે પોતાનો ભત્રીજો ગુમ થઈ ગયો હોવાની ફરિયાદ દાખલ કરી હતી.

બિજયે પોલીસને જણાવ્યું હતું કે જય તેમના મિત્રો સાથે બહાર ગયા બાદ ઘરે પરત નથી ફર્યો. પોલીસના જણાવ્યા પ્રમાણે હત્યા બાદ બે મહિના સુધી બિજય આ ફ્લેટમાં રહ્યો હતો અને બાદમાં તેણે ઘર બદલી નાખ્યું હતું. 2017માં તે હૈદરાબાદ પરત ફર્યો હતો. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ફ્લેટના રિનોવેશ વખતે જય પ્રકાશનું હાડપિંજર મળી આવ્યું હતું. આ હાડપિંજર બ્લૂ જેકેટ, બેડ સીટ અને બ્લેન્કેટમાં લપેટાયેલું હતું.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter