GSTV

કોરોનાની મહામારીને પગલે 12 વર્ષથી યોજાતા કાકરિયા કાર્નિવલને લઈને સસ્પેન્સ

કોરોનાની મહામારીને પગલે દર વર્ષે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યોજાતો કાકરિયા કાર્નીવલ યોજાશે કે કેમ તે તે એક સવાલ છે. સતત 12 વર્ષથી એકધારો કાર્નીવલ યોજાતો રહ્યો છે ત્યારે આ વર્ષે શું થશે તે બાબતને લઇ ચર્યા ચાલી રહી છે. જોકે અધિકારીઓનુ માનીએ તો હાલની સ્થિતિને જોતા કાર્નીવલ યોજાવાની શક્યતા ખુબ ઓછી છે. જો કાર્નીવલ નહી યોજાય તો 12 વર્ષ પછી પ્રથમવાર એવુ બનશે કે કાર્નીવલ રદ કરવો પડ્યો હોય.

કોવીડની ગાઇડ લાઇનનુ પાલન કરવું જરુરી

આમ તો દર વર્ષે કાર્નીવલને લઇ મહીના-બે મહીના પહેલા અધિકારીઓ ચર્ચા વિચારણા હાથ ધરતા હોય છે. પરંતુ આ વર્ષે હજી કાંઇ કરવામા આવ્યુ નથી. કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોવીડની ગાઇડ લાઇનનુ પાલન કરવું જરુરી છે. કાર્નીવલમા તો લાખોની સંખ્યામા લોકો આવતા હોય છે. ભુતકાળમાં એવુ પણ બન્યુ છે કે વધુ ભીડ થતા કાંકરિયાના પ્રવેશ દ્વાર બંધ કરવાની ફરજ પડી હતી. કોરોનાને કારણે કાર્નીવલ ન યોજાય તે બાબતને કાકરિયાના મુલાકાતીઓ પણ યોગ્ય ગણાવી રહ્યા છે.

READ ALSO

Related posts

Alert! 1 જાન્યુઆરીથી ગાડી પર Fastag લગાવવું બનશે ફરજિયાત, નહીંતર અટકી જશે વાહન સાથે જોડાયેલું આ જરૂરી કામ

Ankita Trada

મહિલાઓ ખાસ વાંચે/ 24 કલાક બ્રા પહેરવી સાબિત થઇ શકે છે ખૂબ જ ખતરનાક, સ્વાસ્થ્યને થાય છે આટલા નુકસાન, જાણી લો

Bansari

જૂના રિવાજો સાથે આધુનિક ટેક્નોલોજીનો સુમેળ/ લગ્નનું લાઇવ સ્ટ્રીમિંગ કરવાનો ટ્રેન્ડ, કંકોત્રીમાં જ લિંક અને પાસવર્ડ, ભોજનની હોમ ડિલિવરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!