દિવાળીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી છે. તેવામાં તમામ લોકો પોતાના ઘરની સફાઇ કરવામાં વ્યસ્ત છે. આ વર્ષે દિવાળીનો પર્વ 14 નવેમ્બર એટલે કે શનિવારે ઉજવવામાં આવશે. દિવાળીમાં લોકો ઘરોમાં રોશની કરે છે અને રંગોળી બનાવે છે. સાથે જ આ દિવસે ઘરમાં લક્ષ્મી પૂજન કરવામાં આવે છે.

આ દિવસે લોકો એકબીજાને મિઠાઇ ખવડાવે છે. તેવામાં કોરોનાના આ સમયમાં માર્કેટમાંથી મિઠાઇ લાવવી ફાયદાકારક નથી. તેવામાં તમે ઘરે જ રહીને મિઠાઇ બનાવી શકો છો. આજે અમે તમને એક એકદમ સરળ મિઠઆઇની રેસિપી જણાવી રહ્યા છીએ. આજે અમે તમને કાજૂ બરફી જેને કાજૂ કતરીના નામે પણ ઓળખવામાં આવે છે, તેની સરળ રેસિપી જણાવી રહ્યાં છીએ.
સામગ્રી
પીસેલા કાજૂ- 250 ગ્રામ
ખાંડ- 5 મોટા ચમચા
કેસર
પાણી- જરૂરિયાત મુજબ

વિધિ
એક કડાઇમાં પાણીમાં ખાંડ સાથે કેસર મિક્સ કરીને નાંખી દો.
પાણીને ત્યાં સુધી હલાવતા રહો જ્યાં સુધી કેસર અને શુગર ફ્રી ખાંડ ઓગળી ન જાય. તમે ઇચ્છો તો સુગંધ માટે ઇલાયચી પણ નાંખી શકો છો.
મિશ્રણ ઘાટુ થવા લાગે તો તેમાં પીસેલા કાજુ નાંખો. ધ્યાન રહે કે કાજૂની પેસ્ટ નાંખતી વખતે તેને હલાવતા રહો.

તેમાં ગઠ્ઠા ન પડવા જોઇએ. હવે આંચ ધીમી કરીને મિશ્રણને ચડવા દો.
જ્યારે આ મિશ્રણ ઘાટુ થઇ જાય તો એક થાળીમાં ઘી લગાવીને મિશ્રણ ફેલાવી દો. જેથી તે જામી જાય.
જ્યારે આ મિશ્રણ સારી રીતે જામી જાય તો ચાકુથી તમારા મનપસંદ આકારમાં કાપી લો. તૈયાર છે દિવાળી માટે ટેસ્ટી કાજૂ બરફી.
Read Also
- તમારા કામનું/ રેશન કાર્ડને લગતી હોય કોઇ સમસ્યા કે પછી રેશન ડીલર કોઇ આનાકાની કરે આ નંબર પર કરો ફરિયાદ, તરત આવશે નિવારણ
- ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ: ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગનો કર્યો નિર્ણય, ભારતનું પલડું ભારે
- મહારાષ્ટ્ર: ભિવંડીમાં 41 વર્ષના વ્યક્તિનું કોરોના વેક્સિન લીધા બાદ થયું મોત, પરિવાર શોકમગ્ન
- નોકરી વાળા લોકો માટે આ છે રોકાણના યોગ્ય વિકલ્પ, થશે મોટો ફાયદો
- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 475 કેસો નોંધાયા,૪૨ દિવસ બાદ સર્વોચ્ચ કેસ