અજય દેવગણ સાથે સિંઘમ ફિલ્મમાં કામ કરી ચૂકેલી કાજલ અગ્રવાલ બિઝનેસમેન ગૌતમ કીચલૂ સાથે લગ્ન કરવા જઈ રહી છે. કાજલ અગ્રવાલ સાથે ગૌતમે પહેલી વાર પોતાના ફોટો શેર કર્યા છે. આ ફોટો બંનેની સગાઈ થઈ ત્યારના છે જે ગયા વર્ષે થઈ હતી. કાજલે આ ફોટો પર સુંદર કમેન્ટ કરી છે.
કાજલનો ફોટો પણ આવી ગયો
ગૌતમ ઇન્ટરિયર ડિઝાઇનર છે. તેના ઇનસ્ટાગ્રામ પેજ પરથી જ ખ્યાલ આવી જાય છે કે તેને ડિઝાઇન કેટલી પસંદ છે. આ ડિઝાઇનન્સની ખૂબસુરતી વધારવા માટે હવે કાજલનો ફોટો પણ આવી ગયો છે. આ ફોટો એક ગોલ્ડન કલરના ફુગ્ગાની દોરી સાથે બંધાયેલો છે. જેમાં કાજલ અને ગૌતમ પરંપરાગત પરિધાનમાં સજ્જ છે. તે જોઇને જ લાગે છે એન્ગેજમેન્ટ સેરીમની સમયનો આ ફોટો છે.
અંગત મિત્રો-સંબંધીઓ જ હાજર રહેશે
કાજલે આ ફોટો પર કમેન્ટ કરી છે કે આ ફોટોમાં પણ તમને ડિઝાઇનના તત્વો મળી જશે. કાજલની આ કમેન્ટ ગૌતમનો ડિઝાઇન પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. હૈદરાબાદમાં વ્યવસાય કરતા ગૌતમ કીચલૂ સાથે કાજલ અગ્રવાલ 30મી ઓક્ટોબરે લગ્ન કરનારી છે. બંનેના લગ્ન મુંબઈમાં થનારા છે જેમાં માત્ર પરિવારજનો તથા અંગત મિત્રો-સંબંધીઓ જ હાજર રહેશે.
READ ALSO
- વિશ્વની સૌથી સુંદર ક્રિકેટરો, બોલિવૂડ અભિનેત્રીઓ પણ તેની આગળ ઝાંખી લાગશે, તેમનું સૌંદર્ય તમને દિવાના બનાવી દેશે
- જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ 2 દિવસના ભારતના પ્રવાસે, કર્ણાટકના ચંદનથી બનેલી બુદ્ધની પ્રતિમા ભેટ આપી
- ચીનના નેતા જિનપિંગ રશિયાના 3 દિવસના પ્રવાસે, પુતિન-જિનપિંગની મુલાકાત પર વિશ્વની નજર
- મોર્નિંગ ટિપ્સઃ સવારે ઉઠ્યા પછી તરત જ ન કરો આ 3 કામ, જો કર્યું તો તમને મળશે નકારાત્મક પરિણામ
- સુરેન્દ્રનગરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત! ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે થયો ભીષણ અકસ્માત, 15થી વધુ મજૂરો થયા ઈજાગ્રસ્ત