GSTV

સાઉથ અભિનેત્રી કાજલ બંધાશે લગ્નના તાંતણે, હલ્દી સેરેમનીના વીડિયોમાં ડાંસ કરતી જોવા મળી અભિનેત્રી

સાઉથ અભિનેત્રી કાજલ અગ્રવાલના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ મહિનાની શરૂઆતમાં જ બિઝનેસમેન ગૌતમ કિચલૂ સાથે લગ્ન કરવાની જાહેરાત કરી હતી. જણાવ્યુ હતું કે, 30 ઓક્ટોબરના રોજ બંને લગ્નના તાંતણે બંધાશે. ગુરૂવારે સવારે કાજલની મહેંદીની અમુક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ત્યારે હવે દલ્દીની રસમની પણ તૈયારીઓ થઈ રહી છે. કાજલ અગ્રવાલ પોતાના મંગેતર ગૌતમ સાથે ડાંસ કરતી જોવા મળી હતી.

પીળા રંગના આઉટફિટમાં કાજલ અત્યંત ખૂબસુરત લાગી રહી છે. આ અવસરે તેણે સાધારણ યેલો સલવાર કમીઝ લગાવ્યુ હતું. ફ્લોરલ જ્વેલરી પહેરી દોસ્તો અને મંગેતર સાથે અહીં ડાંસ કરતી જોવા મળી હતી.

હાલમાં જ કાજલની બહેન નિશા મીડિયા સાથેની વાત કરતા જણાવ્યુ હતું કે, કોરોનાના કારણે અમે આ લગ્ન સિમ્પલ રીતે કરવાના છીએ. અમે આ લગ્નને સારામાં સારી રીતે કરી શકીએ તેઓ પણ પ્રયાસ છે. ઘરે જ હલ્દી અને મહેંદીનું આયોજન કરવામાં આવશે. બંને સેરેમની લગ્નના એક દિવસ પહેલા એટલે કે આજે થઈ છે.

અમે ખૂબ ઉત્સાહિત છીએ કે, કાજલ પોતાની નવી ઈંનિગ્સની શરૂઆત કરવા જઈ રહી છે.

READ ALSO

Related posts

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!