GSTV
India News Trending

Kaivalya Vohra/ કોલેજ છોડીને ઉભી કરી દીધી 1 હજાર કરોડની કંપની, 19 વર્ષની ઉંમરમાં બન્યા અરબપતિ

ક્વિક ડિલિવરી સ્ટાર્ટઅપ Zeptoના સહ-સ્થાપક કૈવલ્ય વોહરા અને અદિત પાલિચા, IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022માં સ્થાન મેળવનારા સૌથી યુવા ઉદ્યોગસાહસિક બન્યા છે. 19 વર્ષની ઉંમરે, કૈવલ્ય સૌથી અમીર ભારતીયોની યાદીમાં સ્થાન મેળવનાર સૌથી યુવા વ્યક્તિ બની ગયો છે. કૈવલ્ય 1,000 કરોડની નેટવર્થ સાથે હુરુન લિસ્ટમાં 1036માં ક્રમે છે. અદિત પાલિચા 950માં ક્રમે છે અને તેમની કુલ સંપત્તિ 1,200 કરોડ રૂપિયા છે.

કોલેજ

બંનેને અગાઉ Forbes મેગેઝિનના પ્રભાવશાળી “30 અંડર 30 (એશિયા લિસ્ટ)” ઈ-કોમર્સ કેટેગરીમાં ફીચર થઈ ચુક્યા છે. બંને યુવા આંત્રેપેન્યોર હુરુન ઈન્ડિયા ફઅયુચર ઇન્ડેક્સ 2022માં સૌથી ઓછી ઉંમરના સ્ટાર્ટ-અપ ફાઉન્ડર પણ છે. કૈવલ્ય અને આદિતે ભારતના સૌથી અમીરોની લિસ્ટમાં દેશના સ્ટાર્ટઅપ્સના વધતા પ્રભાવને દર્શાવે છે.

કોલેજ છોડીને કરી શરૂઆત

કૈવલ્યનો જન્મ બેંગ્લોરમાં થયો હતો અને તેણે શાળાનો અભ્યાસ દુબઈથી પૂર્ણ કર્યો હતો. આ પછી, તેણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનમાં પ્રવેશ મેળવ્યો પરંતુ તેના મિત્ર આદિત સાથે સ્ટાર્ટઅપ કરવા માટે 2020માં કોલેજ છોડી દીધી. તે જ સમયે, આદિતે 17 વર્ષની ઉંમરથી સ્ટાર્ટઅપ શરૂ કર્યુ. 2018 માં, તેણે વિદ્યાર્થીઓ માટે GoPool નામની કાર-પૂલ સેવા શરૂઆત કરી. તેમનું સ્ટાર્ટઅપ શરૂ કરતા પહેલા, તેઓ ગોપનીયતા નીતિઓ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત પ્રોજેક્ટ માટે પ્રોજેક્ટ લીડ પણ હતા.

કોલેજ

પ્રથમ કંપની બંધ થઈ, ફરી કર્યો પ્રયાસ

કિરાનાકાર્ટ બંધ થયા બાદ બંનેએ વર્ષ 2021માં Zeptoની શરૂઆત કરી હતી. આ પણ કરિયાણાની ડિલિવરી માટેની એપ હતી. કોન્સેપ્ટ ‘ઝેપ્ટોસેકન્ડ’માં હતો એટલે કે ખૂબ જ ઝડપી ગ્રોસરી ડિલિવરી. 10 મિનિટમાં કરિયાણાની ડિલિવરીથી રમત બદલાઈ ગઈ. પ્લેટફોર્મે નવેમ્બર 2021માં ફંડિંગ દ્વારા રૂ. 486 કરોડ એકત્ર કર્યા હતા. ડિસેમ્બરમાં બીજા ફંડિંગ રાઉન્ડમાં 810 કરોડ વધુ એકત્ર કર્યા. આ વર્ષે મે સુધીમાં કંપનીનું વેલ્યુએશન 7300 કરોડ સુધી પહોંચી ગયું છે. હવે Zepto 10 મોટા શહેરોમાં 3000 થી વધુ ઉત્પાદનોની ડિલિવરી કરી રહ્યું છે.

READ ALSO:

Related posts

શિન્દેસેના અને ઉદ્ધવસેના વચ્ચે થશે દંગલ, જેમાં ચૂંટણીપંચ હશે નિર્ણાયક

Damini Patel

સ્કૂલના બાળકોએ બનાવી મસાલેદાર ભેળપૂરી, વીડિયો જોતા જ લોકો બોલ્યા “ભૂખ લાગી ગઇ યાર”

Damini Patel

ગેહલોતના નામ પર ચોકડી લાગ્યા પછી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં આ નામોની ચાલી રહી છે ચર્ચા

Hemal Vegda
GSTV