કમલનાથને છીંક આવે એટલા સમયમાં તો સરકાર પાડી દઈશું, ખાલી બોસ ઇશારો કરી દે!

મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર પાડવાના ભાજપ દ્વારા પ્રયત્નો થઈ રહ્યા હોવાના આક્ષેપ કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે ત્યારે તેની વચ્ચે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને મધ્યપ્રદેશના નેતા કૈલાશ વિજવર્ગીયે એવુ નિવેદન આપ્યું છે જેનાથી વિવાદ ઉભો થઈ ગયો છે. વિજયવર્ગીયે કહ્યુ છે કે કમલનાથ સરકાર ભાજપની મહેરબાનીથી ચાલી રહી છે અને જે દિવસે ભાજપના હાઈકમાન્ડને છીંક પણ આવી ગઈ તે દિવસે મધ્યપ્રદેશમાં ભાજપ ફરી સત્તા પર હશે.બીજેપીના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયએ કહ્યું હતું કે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર તેમની દયાને કારણે ચાલી રહી છે. માત્ર એક છીંક જેટલા જ સમયમાં બીજેપી સત્તા પર કબજો કરી શકે છે. અમને માત્ર બૉસના ઈશારાની જ રાહ છે.

દિગ્વિજય સિંહે લગાવ્યો હતો બીજેપી પર ખરીદીનો આરોપ

કૈલાસ વિજયવર્ગીયનું આ નિવેદન કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહના તે નિવેદન પછીના 2 દિવસ પછી આવ્યો હતો જેમાં તેમણે કહ્યું હતુ કે, મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકારને પછાડવા માટે બીજેપીએ એક કોંગ્રેસ ધારાસભ્યને 100 કરોડ રૂપિયા આપ્યા છે. તે પછી બીજેપીએ આ આરોપને સાબિત કરવા કહ્યું હતું.

15 વર્ષ શાસન કર્યા પછી હારી બીજેપી

વિજયવર્ગીયે કહ્યુ કે જો પાર્ટીનું ટોપનું નેતૃત્વ ઈચ્છે તો તેમની પાર્ટી મધ્યપ્રદેશની સત્તા પાછી મેળવી શકે છે. મધ્ય પ્રદેશની સત્તા પર ભાજપે 15 વર્ષ સુધી રાજ કર્યુ છે. ત્યાર બાદ પાર્ટી નવેમ્બર 2018માં થયેલ વિધાનસભા ચુંટણી હારી ગઈ હતી.

ઈન્દોરમાં બોલ્યા દિગ્વિજય

ઈન્દોરમાં આયોજીત એક કાર્યક્રમ દરમિયાન કૈલાસ વિજયવર્ગીયએ કહ્યુ કે, “કમલનાથના નેતૃત્વવાળી આ કેવી સરકાર છે? આ સરકાર માત્ર અમારી દયા પર ચાલી રહી છે. જે દિવસે બોસ ઈશારો આપી દેશે, પછી..” તેમણે કહ્યુ કે, પાછલી ચુંટણીમાં કોંગ્રેસના માયાજાળને કારણે વોટ અહીં-ત્યાં વેચાઈ ગયા. પરંતુ અમારે નિરાશ થવાની જરૂર નથી.

15 વર્ષમાં અમે દુવ્યવહાર કરવાનું ભૂલી ગયા છીએ

વિજયવર્ગીયએ કહ્યુ હતુ કે, રાજ્ય અમારા હાથ પરથી જતુ રહ્યુ છે, પરંતુ તે ગમે ત્યારે અમારી પાસે પાછુ આવી શકે છે. જે દિવસે દિલ્હીના લોકોએ છીંક મારી દીધી ત્યારે અમે અમારી સરકાર બનાવી લઈશું. તેમણે વધુમાં કહ્યુ કે પાછલા 15 વર્ષમાં અમે દુવ્યવહાર કરવાનું ભૂલી ગયા છીએ. જ્યારે પ્રદેશમાં અમારી સરકાર હતી ત્યારે અધિકારી ફોન કોલ પર જ કામ કરતા હતા. અમે તેવું કામ નહી કરનાર અધિકારીઓની પૂજા નથી કરતાં. તેમણે કાર્યકરોને કહ્યું હતું કે કોંગ્રેસે ફેલાવેલા ભ્રમના કારણે થોડા વોટ આમ તેમ થઈ જવાથી નિરાશ થવાની જરુર નથી. મધ્યપ્રદેશમાં તો ક્યારે પણ આપણી સરકાર બની શકે છે. 15 વર્ષથી સત્તા ભાજપની હોવાથી આપણે ગાળો આપવાની ભૂલી ગયા હતા. કારણકે સત્તા પર હોવાથી કામ થઈ જતા હતા પણ હવે સવારે સાડા પાંચ વાગ્યે ઉઠીને જે અધિકારીઓ કામ નહી કરે તેને ગાળો આપીશું. કોંગ્રેસે આ નિવેદન બાદ કહ્યું હતું કે વિજયવર્ગીયના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ દ્વારા કમલનાથ સરકાર પાડી દેવાની કોશિશ થઈ રહી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter