GSTV
Gujarat Government Advertisement

લો બોલો! કોરોનાને કારણે નહી, પરંતુ આ કારણે મુશ્કેલીમાં પડી શકે છે કૈલાશ માનસરોવર યાત્રા

Last Updated on March 18, 2020 by Ankita Trada

દુનિયાની સૌથી દુર્ગમ પગેથી ચાલીને થતી ધાર્મિક યાત્રાઓમાં શુમાર કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન આ વર્ષે ખૂબ જ મુશ્કેલીભર્યુ નજર આવી રહ્યુ છે. ચીનમાં હાજર માનસરોવર ઝીલ અને પવિત્ર કૈલાશ પર્વતના દર્શનો માટે જનાર તીર્થ યાત્રીઓ માટે કોરોના વાયરસ તો પહેલાથી જ ખતરો બની રહ્યુ છે. સાથે જ આ મૌસમન મિજાજ પણ યાત્રાનું વિઘ્ન બની રહ્યુ છે. આ વર્ષના માર્ચ મહિનામાં પણ પિથૌરાગઢના ઉંચા વિસ્તારમાં પણ ભારે બરફવર્ષા થઈ રહી છે.

માનસરોવરના માર્ગમાં 15 થી 20 ફુટપરફ જામેલી છે

પિથૌરગઢના તવાઘાટથી માનસરોવર યાત્રી લિપુલેખ દર્રા પાર કરીને ચાઈનામાં પ્રવેશ કરે છે. બોર્ડર ડિસ્ટ્રિક્ટ પિથૌરાગઢમાં શરદીઓની જે સીઝન ચાલી રહી છે, તે આ વખતે ડિસેમ્બરમાં શરુ થઈ હતી તે હજુ પણ ચાલુ જ છે. તેથી સંકટ એ છે કે, આ વિન્ટર સીઝનમાં 25 થી વધારે વખત બરફવર્ષા થઈ ગઈ છે. દરરોજ થઈ રહેલી બરફવર્ષાને કારણે માનસરોવર યાત્રાનો રસ્તો પૂર્ણ રીતે સફેદ ચાદરથી લપેટાઈ ગયો છે. હાલમાં પણ માનસરોવર યાત્રાનો માર્ગ 15 થી 20 ફુટ સુધી બરફ જામેલો છે.કૈલાશ માનસરોવર જવા માટે યાત્રિઓને 18 હજાર ફુટની ઉંચાઈને પાર કરવાની હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી એટલી બરફવર્ષા થતી નથી, પરંતુ આ વર્ષેહિમાલયમાં મૌસમનો મિજાજ પૂર્ણ રીતે બદલાઈ ગયો છે. ખૂબ જ ભારે બરફવર્ષા થવાના કારણે અત્યાર સુધીમાં કૈલાશ માનસરોવર યાત્રાનો માર્ગ ખોલવામાં આવ્યો નથી.

બરફવર્ષા થવાને કારણે રસ્તો ખોલવામાં આવી રહી છે મુશ્કેલી

પિથૌરાગઢના ડીએમ વિજય કુમારનું કહેવુ છે કે, ઉચ્ચ હિમાલયી ક્ષેત્રણાં તૈનાત બીઆરઓ અને આઈટીબીપીનો રસ્તો ખોલવા માટે કહ્યુ છે, પરંતુ દરરોજ થઈ રહેલી બરફવર્ષાથી રસ્તાઓ ખોલવામાં ખૂબ જ મુશ્કેલી આવી રહી છે.

કુમાઉ મંડલ વિકાસ નિગમનો પ્લાન બી પણ તૈયાર

માનસરોવર યાત્રાનુ સંચાલન કરનાર કુમાઉં મંડલ વિકાસ નિગમના અધ્યક્ષ કેદાર જોશીને ભરોસો છે કે,યાત્રા શરુ હોવા સુધીમાં કોરોનાનું સંક્રમણ તો ખતમ થઈ જશે. સાથે જ મૌસમાં પણ ખૂબ જ સુધાર આવી જશે, પરંતુ પ્રશ્ન એ બનેલો છે કે, છેલ્લે માત્ર 2 મહીનામાં 2 દેશોની વચ્ચે થનારી આ ધાર્મિક યાત્રાની બધી જ તૈયારૂઓ પૂરી કેવી રીતે કરશે ? જોકે, કેએમવીએને પ્લાન બી પણ તૈયાર કર્યો છે, જે હેઠળ માનસરોવર યાત્રા ન હોવા પર ભારતીય સીમામાં થનારી યાત્રાને વ્યાપક રુપમાં કરવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!