GSTV
Home » News » K.Sivan : વાત ઈસરોના એ વૈજ્ઞાનિકની જેના પિતાએ અડધી જમીન વેચી કોલેજની ફી ભરી હતી

K.Sivan : વાત ઈસરોના એ વૈજ્ઞાનિકની જેના પિતાએ અડધી જમીન વેચી કોલેજની ફી ભરી હતી

જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી. તો આજે અહીં એક એવા વ્યક્તિ વિશે વાત કરવાના છીએ જેણે બહુજ વિપરીત પરિસ્થિતીઓનો સામનો કરીને સફળતાની ઉંચાઈઓને સ્પર્શી છે. જેના વિશે લોકો વિચારી પણ શકતા નથી. ખાસ કરીને નાનકડા ગામડામાં જન્મેલા એક ખેડૂતના પુત્ર માટે આ બહુ જ મોટી ઉપલબ્ધિ છે. અમે વાત કરી રહ્યા છીએ Indian Space Research Organisation  એટલેકે ISROના હાલના ચેરમેન Kailasavadivoo Sivan જેમનાં બહુમૂલ્ય યોગદાન માટે તેમને India’s Rocket Manના નામથી પણ ઓળખાય છે.

ચંદ્રયાન 2ને બનાવવામાં કે.સિવનનો મોટો હાથ હતો. પરંતુ દોસ્તો ISRO જેવી ઓર્ગેનાઈઝેશનનું નેતૃત્વ કરનારા કે.સિવનની સફળતાની રાહ એટલી સરળ ન હતી. કારણકે એક સમય એવો હતો જ્યારે તેમને બે સમયનું ખાવાનું પણ નસીબ ન હતુ. અને ખેડૂત પુત્ર હોવા છતાં કોઈ પણ રીતે કે.સિવન આજે આ કક્ષાએ પહોંચવામાં સફળ થયા છે.

K.Sivanનો શરૂઆતનો સમય

14 એપ્રિલ 1957માં જ્યારે તામિલનાડુનાં નાગરકોઈલ શહેર નજીકનાએક નાનકડાં ગામમાં Kailasavadivoo Sivanનો જન્મ થયો હતો. શરૂઆતથી જ Kailasavadivoo Sivan અને તેના પરિવારને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કારણ કે તેમના પિતાની પાસે માત્ર 1 એકર જમીન જ હતી. જેમાં ખેતી કરીને પરિવારનાં છ લોકોનું પેટિયુ રળતા હતા.

કે. સિવનનાં પિતાને એ વાત સમજમાં આવી ગઈ હતી કે જ્યાં સુધી તેમના બાળકો ભણશે નહી ત્યાં સુધી તેમની અને પરિવારની આર્થ્ક પરિસ્થિતી આવી જ રહેશે. એટલાં માટે રાત-દિવસ મહેનત કરીને તેમણે બાળકોને સ્કૂલે ભણવા માટે મોકલ્યા હતા. અને રજાનાં દિવસોમાં કે.સિવન પિતાને ખેતીમાં મદદ કરતાં હતા.

કે.સિવને શરૂઆતનું ભણતર કોઈ મોટી સ્કૂલમાંથી નહી પરંતુ ગામડાનાં તામિલનાડુ ગવર્મેન્ટ સ્કૂલમાંથી કરી હતી. અને સ્કૂલ ટીચર્સ દ્વારા જણાવવામાં આવ્યુ છેકે, કે સિવન કડક પરિશ્રમ તો કરતાં જ હતા પરંતુ સાથે સાથે નવી નવી વસ્તુઓને શીખવા માટે પણ ઈચ્છા દર્શાવતા હતા. કદાચ આ જ કારણે તેઓ આ સ્થાને પહોંચી શક્યા છે. સ્કૂલમાં શિક્ષણ લીધા બાદ કે.સિવન સામે આર્થિક સમસ્યા વધી ગઈ હતી કારણકે તેમણે MIT એટલેકે મદ્રાસ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં ભણવાનું હતુ. પરંતુ આ સમસ્યાને તેમના પિતાએ ખેતીનો અમુક ભાગ વેચી અને લોકો પાસેથી ઉધાર લઈને ઉકેલી દીધો હતો. પછી કે.સિવને MITમાંથી બેચલોર ઓફ એન્જીનિયરીંગની ડિગ્રી લીધી હતી.

અહીં ભણવાનું પુરુ કર્યા બાદ તેઓ પહેલાં વ્યક્તિ હતા તેમના ઘરમાંથી જેઓ ગ્રેજ્યુએટ થયા હતા. MITના શાનદાર એકેડેમિક રેકોર્ડ બાદથી તેમણે Indian Institute of Scienceમાંથી Aerospace Engineeringની ડિગ્રી લીધી હતી. 1982માં કે.સિવને ઈસરોમાં કામ કરવાનું શરૂ કર્યુ હતુ.

Kailasavadivoo Sivanની સફર ISROમાં

ખેડૂતનાં ઘરે જન્મ્યા બાદ અહીં સુધી પહોંચવું બહુ મોટી ઉપલબ્ધિ છે. પરંતુ કે.સિવનની સફર તો હજી શરૂ જ થઈ હતી. કારણકે આગળ ચાલીને તેમણે ઘણી ઉંચાઈઓને સ્પર્શવાની હતી. ISROમાં નોકરી મળ્યા બાદથી Polar Satellite Launch Vehicle એટલેકે PSLV પ્રોજેક્ટની શરૂઆત તી ચૂકી હતી. અને પહેલીવાર સિવને આ પ્રોજેક્ટ ઉપર કામ કરવાની તક મળી હતી.

ત્યારબાદ ઘણા બધા અલગ અલગ પદો ઉપર કામ કરતાં તેઓ આગળ વધતા ગયા હતા. ખાસ કરીને તેમણે 6D Trajectory Software અને  Innovative Day-Of Launch Wind Strategy ઉપર કામ કર્યુ હતુ. આ સ્ટ્રેટેજીની મદદથી જ વર્ષમાં કોઈ પણ દિવસે કોઈ પણ પરિસ્થિતીમાં રોકેટને લોન્ચ કરી શકે છે. આવી જ બહુમૂલ્ય શોધથી ભારતનાં Space Agencyનું કદ ઉંચુ કરે છે. 2011માં પ્રોજેક્ટ ડાયરેક્ટરના પદ પર હતા. અને તેમણે GSLV Project પર કામ કરવાનું શરૂ કર્યુ.

satellite launch vehicle GSLV Mark III ની મદદથી ચંદ્રયાન 2 મિશનમાં યાનને ચંદ્રમા પર મોકલવામાં આવ્યુ છે. અને 14 ફેબ્રુઆરી 2017એ ભારતને એકસાથે 104 સેટેલાઈટ લોન્ચ કરવાનો વર્લ્ડ રેકોર્ડ કાયમ કર્યો હતો. તેની અંદર કે.સિવનનો રોલ સૌથી મહત્વનો હતો.

તેમની આ જ લીડરશિપ સ્કિલને જોતા જાન્યુઆરી 2018માં કે.સિવનને ISROના ચીફ બનાવવામાં આવ્યા હતા. 15 જાન્યુઆરી 2018મા તેમણે કામ કરવાનું શરૂ કર્યુ હતુ. આ પદને સંભાળ્યા બાદ તેમનું અને ISRO જે સૌથી મહત્વનું મિશન ચંદ્રયાન2 હતુ. જેને 22 જૂલાઈએ સફળતા પૂર્વક લોન્ચ કરાયું હતુ.

READ ALSO

Related posts

પોર્ન જોવાનો ચસ્કો ભારે પડી જશે, ફોનમાં એક ક્લિક કરશો અને…..

Bansari

રંજન ગોગોઈએ સરકારને પત્ર લખી કરી ભલામણ, આ વ્યક્તિને બનાવો સુપ્રીમ કોર્ટના નવા જજ

Mayur

દેશનો સમય બરબાદ કરવા બદલ સુન્ની વક્ફ બોર્ડને પાંચ કરોડનો દંડ ફટકારવો જોઈએ : રાશિદ અલ્વી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!