GSTV
Gujarat Government Advertisement

કેગિસો રબાડાની અનોખી સિદ્ધિ, કોઈ બોલર આમ કરી શક્યો નથી

Last Updated on October 12, 2020 by Mansi Patel

IPLમાં રવિવારે મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. બંને ટીમ પોઇન્ટટેબલમાં મોખરાના ક્રમ માટે રમી રહી હતી. આ વખતની સિઝનમાં આ બે ટીમ જોરદાર ફોર્મમાં છે. આ ઉપરાંત બંને પાસે કેટલાક વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ છે. દિલ્હી પાસે શિખર ધવન, પૃથ્વી શો, અજિંક્ય રહાણે, કેપ્ટન શ્રેયસ ઐય્યર માર્કસ સ્ટોઇનિસ જેવા ધુરંધર બેટ્સમેન છે તો મુંબઈ પાસે રોહિત શર્મા, ક્વિન્ટન ડી કોક, સૂર્યકુમાર યાદવ, કેઇરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કાલ પંડ્યા જેવા બેટ્સમેન છે, આ ઉપરાંત બોલિંગમાં એક તરફ રબાડા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન છે તો બીજી તરફ તો સુપર સ્ટાર જસપ્રિત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટજેમ્સ પેટિન્સન અને રાહુલ ચહર છે.

આમ છતાં કેગિસો રબાડાએ રવિવારે એક એવી સિદ્ધિ હાંસલ કરી છે જે વર્તમાન ટુર્નામેન્ટ જ નહી પરંતુ IPLના ઇતિહાસમાં કોઈ નોંધાવી શક્યું નથી. દિલ્હી કેપિટલ્સ માટે રમતાં કેગિસો રબાડાએ રવિવારે બે વિકેટ ખેરવી તે સાથે જ તેણે આઇપીએલના કરિયરમાં પોતાની 25 મેચમાં 48 વિકેટ ઝડપી હતી.

આઇપીએલમાં અત્યાર સુધીમાં ઘણા બોલરે 100થી વધુ વિકેટ લીધી છે તો સેંકડો બોલર 25 મેચ પણ રમ્યા છે પરંતુ રબાડાએ તેની પહેલી 25 મેચમાં જ 48 વિકેટ ઝડપી લીધી છે. આમ કરિયરની પહેલી 25 મેચ બાદનો રેકોર્ડ જોઈએ તો કોઈ બોલરે 48 વિકેટ ઝડપી નથી. લસિત મલિંગા કે જસપ્રિત બુમરાહ પણ આમ કરી શક્યા નથી.

કેગિસો રબાડાએ તેની 25 મેચ બાદ 48 વિકેટ ઝડપી છે તો કોલકાતા નાઇટ રાઇડર્સ માટે રમતા સુનીલ નારાયણે 25 મેચમાં 39 અને ઓસ્ટ્રેલિયાના જેમ્સ ફોકનરે પણ 39 વિકેટ ઝડપી હતી.  આવી જ રીતે એન્ડ્ર્યુ ટાઈએ 25 મેચમાં 39 અને ભારતના મોહિત શર્માએ 25 મેચમાં 38 વિકેટ ઝડપી હતી. આમ પ્રથમ 25 મેચ બાદ સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર મોહિત શર્મા છે તેણે 38 વિકેટ લીધી છે. રબાડા 2016-17થી દિલ્હી માટે જ રમે છે. તેણે ત્રણ વખત ઇનિંગ્સમાં ચાર વિકેટ લીઘી છે જેમાંથી બે વખત તો તેણે બેંગલોર સામે આ સિદ્ધિ હાંસલ કરી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Cyber ​​Fraud: જો તમારા ખાતામાંથી પૈસા નીકળી જાય તો ગભરાશો નહીં,આ રીતે પાછી મેળવી શકો છો તમારી મેહનતની કમાણી

Vishvesh Dave

અચાનક રૂપિયાની જરૂર પડી? આ વસ્તુ તમારી પાસે છે તો તરત મળી જશે લોન, જાણી લો જરૂરી વાતો

Zainul Ansari

તાનાશાહી/ 5 ભાઈબહેન ધરાવતા ભાજપના સીએમે કહ્યું કે બેથી વધુ બાળકો ધરાવનારને સરકારી યોજનાઓનાં નહીં મળે લાભ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!