Last Updated on February 16, 2021 by Karan
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ વચ્ચે ભાજપ માટે એક બે બેઠકો નહીં પરંતુ 36 પૈકી 26 બેઠકો પર ઉમેદવારો બિન હરિફ ચૂંટાઈ આવ્યા છે. આ નગરપાલિકામાં બહુમત મળે તેટલી બેઠકો બિનહરિફ ભાજપના ખાતામાં આવતાં ગેલમાં આવી ગયા છે. છેલ્લા 35 વર્ષથી આ નગરપાલિકામાં શાસન ભોગવતી ભારતીય જનતા પાર્ટીનો આ વખતે પણ દબદબો યથાવત રહ્યો છે. ઉત્તર ગુજરાતની આ નગરપાલિકાની ચૂંટણી પહેલાં જ 2/3 બહુમતિ સાથે બિનહરિફ જાહેર થઈ છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે 26 ઉમેદવારોને બિનહરિફ વિજેતા જાહેર કરાયા છે. અહીં કોંગ્રેસના ઉમેદવારો હાર ભાળી જતાં ફોર્મ ભરવા જ આવ્યા ન હોય તેવું ચિત્ર ફલિત થયું છે.

36 પૈકી 26 બેઠકો પર ભાજપા ઉમેદવારો બિનહરિફ વિજેતા જાહેર કરાયા
હાલમાં ભાજપા અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી સત્તા મેળવવા માટે મરણિયા પ્રયાસો કરાઈ રહ્યા છે. ચૂંટણી પ્રચાર પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે. જે વચ્ચે નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ઘણી એવી બેઠકો બિન હરિફ જાહેર થઈ છે. ભાજપાની કડી નગરપાલિકામાં છેલ્લા 35 વર્ષથી દબદબો અકબંધ જળવાઈ રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના વતન કડીની નગરપાલિકામાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે નગરપાલિકાની 36 પૈકી 26 બેઠકો પર ભાજપા ઉમેદવારો બિનહરિફ ચૂંટાઈ આવતા કડીમાં ભાજપાનો દબદબો યથાવત રહ્યો છે.

35 વર્ષથી સતત જનસંઘ અને ભાજપનું વર્ચસ્વ કડી નગરપાલિકા ઉપર અકબંધ
છેલ્લા 35 વર્ષથી સતત જનસંઘ અને ભાજપનું વર્ચસ્વ કડી નગરપાલિકા ઉપર અકબંધ રહ્યું છે. નીતિનભાઈએ પણ બિનહરિફ વિજેતાઓને અભિનંદન આપતાં કહ્યું કે, 36 પૈકી પાંચ વોર્ડની 20 બેઠકો આખેઆખી બીનહરિફ ચુંટાઈ આવી છે. તો અન્ય વોર્ડની 6 બેઠકો મળતાં કુલ 26 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરિફ વિજેતા થયા છે. આમ નગરપાલિકામાં 2/3 કરતાં વધુ બહુમતિ સાથે ચૂંટણી મતદાન પહેલાંજ પોતાના નામે નગરપાલિકા કરી લીધી છે. જિલ્લા પંચાયતની બેઠકોમાં પણ ભાજપને 3 બેઠકો પર બિનહરિફ વિજેતા જાહેર કરાયા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- કોવિડની સારવાર માટે ‘કેસલેશ’ ક્લેમથી ઇનકાર નહિ કરી શકે વીમા કંપની, નાણામંત્રીએ આપી ચેતવણી
- ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: કોરોનાની સ્થિતીને જોતા માધ્યમિક શિક્ષણ બોર્ડે પરીક્ષા કરી રદ
- સીએમ હોવા છતાં કંઈ કરી શકતા નથીઃ દેશના ઓક્સિજન પ્લાન્ટ સેનાને સોંપી દો, પીએમ મોદીને કેજરીવાલની અપીલ
- પડઘા: દર્દીઓના જીવ બચાવવામાં મળી સફળતા, GSTVના અહેવાલ બાદ કુંદન હોસ્પિટલ સામે તપાસના આદેશ
- રસીકરણ/ રજીસ્ટ્રેશન માટે આ તારીખ સુધીમાં તૈયાર થઇ જશે કોવિન પોર્ટલ, જાણી લો કઇ-કઇ જાણકારીઓ ઉપલબ્ધ થશે
