GSTV

મહેસાણામાં 16 વર્ષ પહેલા થયેલી 4 હત્યાના આરોપીને ATS એ દિલ્હીથી ઝડપી પાડ્યો

મહેસાણાના કડીમાં 16 વર્ષ પહેલાં થયેલ 4 હત્યાના મામલે ats એ દિલ્હીથી એક આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીએ મંદિરમાં લૂંટ કરી હત્યા કરી ફરાર થઈ ગયો હતો.

  • ગોવિંદ સિંહ યાદવ નામના વ્યક્તિની એટીએસે ધરપકડ કરી
  • ગોવિંદસિંહ યાદવ જે પોતાની ગુનાખોરી બાદ નામ પણ બદલી નાખતો
  • આરોપી ક્યારેક મહેન્દ્ર સિંહ તો કયારે રોહિત નામ ધારણ કરી લેતો હતો

આરોપી ગોવિંદ સિંહ ઉપર આરોપ છે કે તેને વર્ષ 2004માં કડીમાં આવેલ ઉટવા ગામની સીમમાં આવેલ મહાકાળી મંદિરમાં nri ટ્રસ્ટી, સાધ્વી અને 2 સેવકની ગળું કાપી હત્યા કર્યા બાદ 10 લાખની લૂંટને અંજામ આપ્યો હતો. આરોપી હત્યા અને લૂંટને અંજામ આપ્યા બાદ ફરાર થઇ ગયો હતો.આરોપીને પકડવા જેતે સમય સરકારે 51 હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું.પોલિસને માહિતી મળી હતી કે આરોપી દિલ્હીમાં વેશ બદલીને રહેતો હતો. જેમાં તે કોન્ટ્રાકટર તરીકે કામ કરતો હતો.આરોપી 2004માં ગુજરાતમાં આવ્યા બાદ પહેલા વડોદરામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. આરોપી ઘટનાને અંજામ આપ્યા બાદ રાજસ્થાન, યુપીના અલગ અલગ જગ્યાએ રોકાઈ ત્યારબાદ દિલ્હીમાં રહેવા લાગ્યો હતો. નોંધનીય છે કે આરોપી સામે મધ્યપ્રદેશમાં પણ 2 ગુનાઓ દાખલ છે. ત્યારે આ ઘટના બાદ તેને અન્ય કોઈ બનાવને અંજામ આપ્યો છે કે કેમ તેની તપાસ પોલીસ દ્વારા કરવા માં આવી રહી છે.

READ ALSO

Related posts

ખેડૂતો માટે સારા સમાચાર / પીએમ સમ્માન નિધિ સિવાય પણ દર વર્ષે મળશે રોકડા 5000 રૂપિયા, જાણો કઈ છે તે યોજના

Mansi Patel

કૃષિ બિલ / મોદી સરકારનો ખેડૂતોને ઝટકો : 6 વર્ષમાં રવી સિઝનમાં ટેકાના ભાવમાં સૌથી ઓછો 4.3 ટકાનો વધારો

Pravin Makwana

BIG NEWS : જીવ નહીં નોકરીઓ પણ લઈ રહ્યો છે કોરોના : લોકડાઉનમાં 50 કરોડ લોકોની નોકરીઓ ગઈ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!