જસદણના વાજસુરપરા શેરી નંબર-3માં ભાડાના મકાનમાં ગેરકાયદેસર ચાલતી તાલુકા પંચાયત કચેરીનો બાંધકામ શાખાનો પર્દાફાશ કર્યો છે. ગેરકાયદેસર રીતે કચેરી ચલાવતા બે અધિક મદદનીશ ઈજનેર સરકારી દસ્તાવેજો સાથે રંગેહાથ ઝડપાયા છે. છેલ્લા ચારેક વર્ષથી બન્ને ઈજનેરો ગ્રામપંચાયતના કામોની માપણી શીટ સહિતની ફાઈલો, ટીડીઓના રબ્બર સ્ટેમ્પ, કમ્પ્યુટર સીસ્ટમ સહિતનો ઉપયોગ કરતા હતી, અને બીલ પાસ કરાવવાની ટકાવારી લેવા માટે આ મકાનનો ઉપયોગ કરતા હોવાનો સરપંચોનો આક્ષેપ છે. ભાંડો ફૂટકા બન્ને અધિક મદદનીશ ઈજનેર સરકારી દસ્તાવેજો સહિતનું તમામ સાહિત્ય મૂકીને નાસી ગયા હતા,,આ ભાડાના મકાનમાં તાલુકા પંચાયત કચેરી હેઠળ આવતા દરેક ગામોના સરપંચો સહિતના કોન્ટ્રાક્ટરો પાસે કામનું બીલ પાસ કરાવવાનો 7 ટકાથી 9 ટકા સુધી વહીવટ કરવા થતો હતો. મદાવા ગામના સરપંચ સહિતના સ્થાનિકોએ સ્ટીંગ ઓપરેશન કરી ગેરકાયદેસર કચેરીનો ભાંડો ફોડ્યો હતો.
- ગેરકાયદે ચાલતી તાલુકા પંચાયતની કચેરી ઝડપાઈ
- સ્થાનિક અને સરપંચે સ્ટીંગ આેપરેશન કરી ભાંડો ફોડ્યો
- જસદણના વાજપુપરામાં ભાડાના મકાનમાં ચાલતી હતી કચેરી
- સરપંચ-કોન્ટ્રાક્ટરના બીલ પાસ કરાવવાનો
જેમાં જસદણ તાલુકા પંચાયત કચેરીના અધિક મદદનીશ ઈજનેર ઠાકરશી કોબીયા, નીરવ મકવાણા તેમજ ગોડલાધાર ગામનો રમેશ સાંકળીયા નામનો વચેટીયો આ વહિવટ ચલાવતો હતો, ત્રણેય શખ્સો ગ્રામપંચાયતના કામોની માપણી શીટ સહિતની અગત્યની સરકારી દસ્તાવેજી ફાઈલો, ટીડીઓ સહિતના અધિકારીઓના રબ્બર સ્ટેમ્પ, કોમ્પ્યુટર સીસ્ટમ સહિતનો ઉપયોગ કરતા હતા, અને સરપંચોએ કરેલા વિકાસના કામોના બીલો અને કોન્ટ્રાક્ટરોના બીલો પાસ કરાવવાની ટકાવારી લેતા હતા.
આ મકાનમાંથી વહીવટનો ખેલ ચાર વર્ષથી ચાલતો હોવાનું સામે આવ્યું. સ્થાનિકોના આક્ષેપ અનુસાર જસદણ તાલુકા પંચાયતમાં ઘણા સમયથી વચેટીયાઓ દ્વારા અધિકારીઓ કમિશન લઈને કામ કરે છે. અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી ન થતાં આખરે સ્ટીંગ ઓપરેશન કરી ભાંડો ફોડવામાં આવ્યો.
ભ્રષ્ટાચારની કચેરી ચલાવતા બન્ને અધિકારી રાજકોટ હેડક્વાર્ટર ખાતે લઈ જવાયા છે. જ્યાં સુધી સમગ્ર મામલાની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી કોઈપણ કાર્યવાહી ન કરવા આદેશ કરી દેવાયો છે..તપાસ માટે ત્રણ અધિકારીની ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ 10 દિવસમાં સુધીમાં જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ આપશે…આ ઘટના બાદ ડેપ્યુટી ડીડીઓ બ્રિજેશ કાલરિયા પર જસદણ દોડી આવ્યા હતા,,, ઘટના અંગે ઉચ્ચ કક્ષાએ ધ્યાન દોરવામાં આવતા જસદણના ટીડીઓ કૌશિકકુમારની બદલી કરી દેવામાં આવી છે.
READ ALSO
- મંદીના એંઘાણ/ વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં મંદી ટાળવા માટેના પ્રયાસો અપુરતા, IMFએ USનો વૃદ્ધિ દર ઘટાડ્યો
- જય જગન્નાથ / રથયાત્રાને લઈ ટ્રાફિક વિભાગનું વિશેષ આયોજન, આ રસ્તાઓ રાતથી કરવામાં આવશે બંધ
- અહીં મંદિરના પ્રસાદમાં મળે છે સેન્ડવીચ અને બર્ગર, લાડુને બદલે મળે છે ચાઉમીન…
- ફ્રાન્સમાં 25 ટકા લોકો બહેરાશનો શિકાર, હેડફોનનો ઉપયોગ કરો છો તો જરૂર વાંચો આ સ્ટડી
- ત્રિપુરા પેટાચૂંટણી / પરિણામ પછી ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ, કોંગ્રેસ અધ્યક્ષ સહિત 19 લોકો ઇજાગ્રસ્ત