કચ્છ યુનિવર્સીટીમાં મંગળવારે પ્રોફેસરનું મોં કાળુ કરવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. યુનિવર્સીટીના સેનેટ સભ્યો તેમજ સ્ટાફ દ્વારા ધરણાનું એલાન કરાયુ છે. ભુજમાં ટાઉનહોલ પાસે વિરોધમાં ધરણાનું આયોજન કરાયુ છે. આ તરફ ABVPના આરોપી કાર્યકરોનો યુનિવર્સીટીમાં પ્રવેશ રદ કરાયો છે. ધરણા કાર્યક્રમમાં કોંગ્રેસના સભ્યો તેમજ શિક્ષણપ્રેમીઓ પણ જોડાયા છે. ABVP ના આવા કલંકીત કૃત્યના સમગ્ર કચ્છમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પ્રાધ્યાપક બક્ષીના સમર્થનમાં નાગર સમાજ દ્વારા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પણ આપવાના કાર્યક્રમનું આયોજન કરાયુ છે.