GSTV
Home » News » વેજીટેબલ રાયતું, દાડમનું રાયતું તો બનાવ્યું હશે, આજે ઘરે બનાવો કાચી કેરીનું રાયતું

વેજીટેબલ રાયતું, દાડમનું રાયતું તો બનાવ્યું હશે, આજે ઘરે બનાવો કાચી કેરીનું રાયતું

વેકેશનમાં કાચી કેરી ખાવાની બાળકોને મજા પડી જાય છે. તેમાં કાચી કેરી અને ડુંગળીનું કચુંબર તાજું ખાવાની મજા આવે છે. કાચી કેરીને હળદર મીઠામાં નાખીને ખાવાની મજા પણ કંઈક અલગ હોય છે. તેમાં એક બીજી મજા ઉમેરી લો. કાચી કેરીનું રાયતું.

સમય– 5થી 15 મિનિટ
વ્યક્તિ-1-2
જરૂરી સામગ્રી
એક કાચી કેરી
એક મોટી વાડકી દહીં
એક નાની ચમચી લાલ મરચું પાઉડર
એક નાની ચમચી જીરા પાઉડર
અડધી નાની ચમચી રાઈ
ચપટીભરી હિંગ
4-5 કરી પત્તા
એક નાની ચમચી તેલ
મીઠું સ્વાદમુજબ
રીત
-સૌથી પહેલાં કેરીને છોલી તેને છીણી નાખો.
-હવે એક વાસણમાં દહીં, મીઠું, લાલ મરચું પાઉડર અને જીરા પાઉડર મિક્સ કરી લો.
-હવે તેમાં છીણેલી કેરી નાખી મિક્સ કરી લો.
-વઘાર માટે ધીમા તાપે એક પૅનમાં તેલ ગરમ થવા માટે મૂકો.
-તેલ ગરમ થતાં જ તેમાં રાઈ, કરી પત્તા અને હિંગ નાખો.
-ઉપરથી મીઠું નાખી મિક્સ કરો.
-તૈયાર છે કાચી કેરીનું રાયતું.

Read Also

Related posts

સિમ્પલ ઈડલી પસંદ ન હોય તો આજે જ બનાવો ફટાફટ ચટપટી મીની ઈડલી

Dharika Jansari

ઈન્ડિયન ફૂડ નાસ્તાના બદલે ટ્રાય કરો ચટપટી ચાઈનીઝ ફ્રેન્કી

Dharika Jansari

પીવા માંડો આ ખાસ પીણું, ધડાધડ ઉતરવા લાગશે વજન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!