GSTV
Food Funda Life Trending

કાચી કેરીનું આવું ખાટુ-મીઠુ શાક ક્યારેય નહીં ખાધુ હોય, આ રેસિપીથી બનાવશો તો ચટાકા લઇને ખાશે પરિવારના સભ્યો

કેરી

ઉનાળાની સીઝન ચાલી રહી છે અને આવા સંજોગોમાં કેરીની વાત જ ન થાય, તે બની શકે નહીં. દરેક વ્યક્તિ કેરીને ખૂબ જ શોખથી ખાય છે, તેથી જ તેને ફળોનો રાજા કહેવામાં આવે છે. કેરી કાચી હોય કે પકવેલી, દરેકને ગમે છે. જો કે કાચી કેરી સ્વાદમાં એકદમ ખાટી હોય છે, પરંતુ લોકો તેને ખૂબ જ પસંદ કરે છે. આ ઉપરાંત કાચી કેરીમાંથી ખાવા-પીવાની ઘણી વસ્તુઓ પણ બનાવવામાં આવે છે. વિવિધ પ્રકારના અથાણાં ઉપરાંત પન્ના અને ખાટી-મીઠી ચટણી પણ કાચી કેરીમાંથી બનાવવામાં આવે છે. આજે અમે તમને કાચી કેરીના સ્વાદિષ્ટ ખાટા-મીઠા શાકની રેસિપી વિશે જણાવી રહ્યા છીએ…

કેરી

કાચી કેરીનું શાક બનાવવા માટે જરૂરી સામગ્રી

  • કાચી કેરી
  • જીરું
  • વરિયાળી પાવડર
  • એક ચપટી હીંગ
  • હળદર પાવડર
  • મરચું પાવડર
  • ખાંડ અથવા ગોળ
  • ચમચી તેલ
કેરી

કાચી કેરીનું શાક બનાવવાની રેસીપી

સૌ પ્રથમ કાચી કેરીને થોડી વાર પાણીમાં પલાળી રાખો અને ધોઇ લો. હવે તેને સારી રીતે છોલીને તેના નાના-નાના ટુકડા કરી લો.

હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું, હિંગ નાખીને વઘાર કરી લો. હવે તેમાં હળદર પાઉડર, લાલ મરચું પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો.

ત્યારપછી તેમાં કાચી કેરીના ટુકડા ઉમેરીને બરાબર પાકવા માટે રાખો.

શાકને કાચી કેરી ઓગળે ત્યાં સુધી પકાવો અને ધ્યાનમાં રાખો કે વચ્ચે વચ્ચે હલાવતા રહો.

કેરી ગળી ગયા પછી તેમાં વરિયાળી પાવડર અને ખાંડ નાખીને ઢાંકીને રાખો.

Read Also

Related posts

વાસ્તુ ટિપ્સ/ કંગાળ કરી નાંખે છે ઘરમાં મુકેલી આ 5 વસ્તુઓ, આજે જ કાઢીને ફેંકી દો બહાર

Karan

વજન ઘટાડી પાતળી કમરના માલિક બનવું હોય તો આ શાકભાજી ખાવાનું ચાલુ કરી દો, બસ જાણી લો ખાવાનો યોગ્ય પ્રકાર

HARSHAD PATEL

એકબીજા પર બોજ બન્યા વિના તમારા સંબંધને બનાવો મજબૂત, ઇન્ટરડિપેન્ડેન્ટ રિલેશનશિપ માટે ફોલો કરો આ 5 ટિપ્સ

GSTV Web Desk
GSTV