GSTV

કાબુલમાં સંભળાઈ “હરે રામ , હરે કૃષ્ણ” ની ધૂન, તાલિબાન શાસનમાં લોકોએ કરી કઈક આ રીતે નવરાત્રીની ઉજવણી

Last Updated on October 13, 2021 by Zainul Ansari

અફઘાનિસ્તાનમા તાલિબાની કબ્જો આવ્યા બાદ લોકોમા સતત ભયનો માહોલ બનેલો છે પરંતુ, હાલ ધીમે-ધીમે આ ડરનો માહોલ શાંત થઇ રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. આ અંગેનો તાજેતરનો દાખલો તમને કાબુલની રાજધાનીમાં જોવા મળશે. અહીંયા ખુબ જ મોટી સંખ્યામાં લોકોએ નવરાત્રીના પર્વની ઉજવણી માટેનુ આયોજન કર્યુ હતુ. અહી નવરાત્રીના શુભ પર્વ પર કીર્તન અને માતાના જગ્રાતા કરવામા આવ્યા હતા.

ગઈકાલે હિંદુઓએ કાબુલમાં સ્થિત અસમાઇ મંદિરમાં કીર્તન અને જાગરણ કરવામાં આવ્યું હતું. આ ઉજવણીને લગતા અમુક વીડિયોઝ પણ સામે આવ્યા છે. આ વીડિયોઝમાં તમને અસામાઈ મંદિર સ્પષ્ટપણે જોવા મળશે. મળતી માહિતી મુજબ કાબુલ સ્થિત અસમાઈ મંદિરના મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ રામ શરણ સિંહે જણાવ્યું કે, તેમણે કીર્તન અને જગ્રાતા સાથે ભંડારાનું પણ આયોજન કરેલું છે, આ ભંડારામાં જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવડાવવામાં આવે છે. આ કાર્યક્રમમા અંદાજે 150 લોકો ભેગા થયા હતા, જેમાં અફઘાનમાં રહેતા હિંદુઓ અને શીખ લોકો પણ શામેલ હતા.

આ હિન્દૂ અને શીખ લોકોએ ભારત સરકારને વિનંતી કરી છે કે, તે તેમને અફઘાનિસ્તાનમાંથી શક્ય તેટલા વહેલા બહાર કાઢે. આ લોકો જણાવે છે કે, હાલ પ્રવર્તમાન સમયમા અહીંની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી છે અને તેમણે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. આ મંદિર કાબુલમાં સ્થિત “કરતે પરવાન” ગુરુદ્વારાથી 4-5 કિલોમીટરના દૂર આવેલું છે. આ ગુરુદ્વારામાં ગયા અઠવાડિયે જ તાલિબાનોએ તોડફોડ કરી.

Read Also

Related posts

ઠાકરેને ભાજપનો વળતો જવાબ, કહ્યું- કેન્દ્ર સરકારે એજન્સીઓનો દુરપયોગ કર્યો હોત તો તમારા અડધા મંત્રીઓ જેલમાં હોત

Damini Patel

બૉલીવુડની જાણીતી અભિનેત્રી ફારુખ જાફરનું નિધન, ઉમરાઉ જાનથી કરી હતી એક્ટિંગની શરૂઆત

Damini Patel

પોલીસની દાદાગીરી/ મફતમાં ફ્રૂટ ન આપતા નશામાં ધૂત પોલીસે સગર્ભાના પેટ પર લાત મારી, પોણા ત્રણ વર્ષે પોલીસે ગુનો નોંધ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!