GSTV
News World ટોપ સ્ટોરી

અફઘાનિસ્તાન / કાબુલ ફરી પ્રચંડ વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું, 100થી વધુ બાળકોના મોત

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન આવ્યા બાદ સતત વિસ્ફોટો થઈ રહ્યા છે ત્યારે વધુ એક આત્મઘાતી હુમલો થયો છે. રાજધાની કાબુલ આત્મઘાતી હુમલાથી ધણધણી ઉઠી છે. કાબુલની એક શિક્ષા કેન્દ્રમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો છે જેમાં ઓછામાં ઓછા 100 બાળકોના મોત નિપજ્યા છે જ્યારે કેટલાય બાળકો ઘાયલ છે.

અફઘાનિસ્તાનના યુએસ પ્રભારી કેરેન ડેકરે ટ્વીટ કરીને હુમલાની નિંદા કરી છે. “પરીક્ષા આપતા વિદ્યાર્થીઓથી ભરેલા રૂમને નિશાન બનાવવું શરમજનક છે. તમામ વિદ્યાર્થીઓને શાંતિથી અને કોઈપણ ભય વિના અભ્યાસ કરવાનો અધિકાર છે. અમે પીડિતો ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરીએ છીએ અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલા અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સત્તા સંભાળી ત્યારથી આવા અનેક હુમલા થયા છે. આ મહિનાની 23મી તારીખે કાબુલમાં એક મસ્જિદ પાસે કાર બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં સાત લોકો માર્યા ગયા હતા અને કેટલાય બાળકો સહિત 41 લોકો ઘાયલ થયા હતા. શહેરના રાજદ્વારી વિસ્તારમાં વિસ્ફોટ બાદ આકાશમાં કાળા ધુમાડા છવાઈ ગયા હતા અને આ દરમિયાન થોડી મિનિટો સુધી ગોળીબારનો અવાજ સંભળાયો હતો. વિસ્ફોટકોથી ભરેલું એક વાહન મસ્જિદ પાસે રોડની બાજુમાં પાર્ક કરવામાં આવ્યું હતું અને શુક્રવારની નમાજ પછી નમાજ મસ્જિદમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે તેમાં વિસ્ફોટ થયો હતો.

READ ALSO

Related posts

દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના આ સ્ટાર પચારકો કરશે પ્રચાર પ્રસાર

GSTV Web Desk

CAAને લઈને મમતા બેનર્જીને શુભેન્દુ અધિકારીએ આપ્યો ખુલ્લો પડકાર, જાણો આખો મામલો

GSTV Web Desk

Gujarat Election / અમદાવાદના આ નેતાને લોકો કહી રહ્યા છે જુનિયર અમિત શાહ, જાણો શા માટે

Nakulsinh Gohil
GSTV