GSTV
News World ટોપ સ્ટોરી

કાબુલઃ શુક્રવારની નમાજ બાદ મસ્જિદ પાસે મોટો વિસ્ફોટ, 4ના મોત, 10 ઘાયલ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારના રોજ વજીર મુહમ્મદ અકબર ખાન ગ્રાન્ડ મસ્જિદની નજીકના વિસ્તારમાં મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 4 લોકોના મૃત્યુ થઈ ગયા છે અને 10 લોકો ઘાયલ થયા છે.

વિસ્ફોટના કારણે ચારે તરફ ધુમાડો અને ધૂળ છવાઈ ગઈ હતી. થોડી ક્ષણો માટે લોકોને એ સમઝાતું નહોતું કે આ વિસ્ફોટ કઈ તરફ થયો છે. જે સમયે લોકો નમાઝ પઢીને મસ્જિદમાંથી બહાર નીકળી રહ્યા હતા તે સમયે આ વિસ્ફોટ થયો હતો.

કાબુલ પોલીસના મુખ્ય પ્રવકત્તા ખાલિદ ઝદરાને કહ્યું હતું કે, આ વિસ્ફોટમાં કેટલાક લોકોના મૃત્યુ થયા છે અને અનેક લોકો ઘાયલ છે. આ બાજુ ગૃહમંત્રીના પ્રવક્તા અબ્દુલ નફી ટાકોરે જણાવ્યુ હતું કે, આ વિસ્ફોટ મસ્જિદ પાસેના મુખ્ય માર્ગ ઉપર થયો હતો.

વિસ્ફોટ પાછળના કારણોની તપાસ થઈ રહી છે. પોલીસની ટીમ ઘટનાસ્થળે છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

ઉત્તરપ્રદેશના લખીમપુરમાં બસ અને ટ્રક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, 8ના કરૂણ મોત, અનેક ઘાયલ

pratikshah

દિલ્હી દારૂ કૌભાંડમાં બીજી ધરપકડ, ED દ્વારા સમીર મહેન્દ્રુને કરાયો અરેસ્ટ- AAPએ આપી આ પ્રતિક્રિયા

Hemal Vegda

ડોલર સામે રૂપિયો વધુ નબળો! 81.93ની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો, ભારતીય ચલણનું થઈ રહ્યું છે સતત અવમૂલ્યન

pratikshah
GSTV