GSTV
News World ટોપ સ્ટોરી

અફઘાનિસ્તાન / કાબુલ એરપોર્ટ બ્લાસ્ટમાં અમેરિકન આર્મી હતી નિશાના પર, 4 મરીન કમાન્ડોના મોત: શું જો બાઇડન કરશે મોટી કાર્યવાહી?

kabul

કાબુલ એરપોર્ટ પર ગુરુવારે સાંજે સતત બે વિસ્ફોટ થયા છે. તેમા અમેરિકાના ચાર મરીન કમાન્ડો સહિત સામાન્ય નાગરિકોના માર્યા ગયાના સમાચાર છે. અમેરિકાના અધિકારીએ જણાવ્યું કે બીજો વિસ્ફોટ US આર્મીના સૈનિકોને નિશાન બનાવી કરવામાં આવ્યો હતો. પેન્ટાગોને જણાવ્યું કે કાબુલ એરપોર્ટ નજીક બૈરન હોટલમાં અથવા તેના નજીક અમેરિકાના સૈનિકોને નિશાન બનાવી ધમાકો કરવામાં આવ્યો છે. તેમા કેટલાક અમેરિકાના સૈનિક અને નાગરિકોને નુકશાન થયુ છે. જોકે અમેરિકાએ અત્યાર સુધી કોઇના મોતની પુષ્ટિ નથી કરી. બીજી તરફ રાષ્ટ્રપતિ જો બાઇડન ઘણી વખત ચેતવણી આપી છે કે જો અમેરિકાના નાગરિકો પર હુમલો થાય છે, તો તેઓ કડક કાર્યવાહી કરશે.

હુમલામાં 40 લોકોના મોત

અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ બે આત્મઘાતી હુમલો થયો છે. તેમા મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધી છે. મૃત્યુઆંક વધીને 40 પહોંચી ગયો છે. જ્યારે 120થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ ઘણા લોકોની સ્થિતિ નાજુક છે. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. મૃત્યુ પામનાર લોકોમાં બાળકો સહિત અમેરિકન નાગરિકો પણ સામેલ છે.

સમગ્ર વિશ્વમાં વિસ્ફોટના પડઘા પડ્યા

કાબુલ એરપોર્ટ પર થયેલ હુમલાને પગલે દુનિયાભરની સરકારો હરકતમાં આવી ગઈ છે. બ્લાસ્ટમાં અમેરિકન નાગરિકોના મોત થયાની પુષ્ટિ થયાને પગલે અમેરિકી પ્રેસિડેન્ટ સિચ્યુએશન રૂમમાં આવી ગયા છે અને સમગ્ર સ્થિતિને લઈને ચર્ચાઓ કરી રહ્યા છે. તો બીજી તરફ યુકેએ એક ઇમર્જન્સી બેઠક બોલાવી છે.

અમેરિકન નાગરિકોના મોત

અમેરિકન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે કાબુલ બ્લાસ્ટમાં અમેરિકન નાગરિકો પણ માર્યા ગયા છે. જોકે એ સ્પષ્ટ નથી થયું કે કેટલા નાગરિકો માર્યા ગયા છે. બીજી તરફ તાલિબાનનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે અમે પહેલા જ અમેરિકાને બ્લાસ્ટ અંગે ચેતવણી આપી હતી. ઉલ્લેખનીય છે કે કાબુલ એરપોર્ટ બહાર થયેલા બ્લાસ્ટમાં 13 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.

પેન્ટાગોન તરફથી કહેવામાં આવ્યું છે કે અમે પુષ્ટિ કરીએ છીએ કે વિસ્ફોટ એક જટિલ હુમલાનું પરિણામ હતું, જેના પરિણામે કેટલાક યુએસ અને નાગરિક જાનહાનિ થઈ હતી. અમે બેરોન હોટેલ પર અથવા તેની નજીક ઓછામાં ઓછા એક અન્ય વિસ્ફોટની પણ પુષ્ટિ કરીએ છીએ. અમે અપડેટ કરવાનું ચાલુ રાખીશું.

Read Also

Related posts

ચીનમાં કોલેજ લવર્સ માટે સ્પ્રિંગ બ્રેક : શા માટે વિદ્યાર્થીઓને ‘વસંત વિલાસ’ રજા આપવાની નોબત આવી?, આ ઘાતકી નીતિ છે જવાબદાર

Padma Patel

“બંગાળ સળગી રહ્યું છે અને દીદી ચુપ છે.”..હાવડા હિંસા મામલે અનુરાગ ઠાકુરના મમતા પર પ્રહાર

Siddhi Sheth

UNSCની અધ્યક્ષતા કરશે રશિયા, યુક્રેને કહ્યું- આ એપ્રિલ ફૂલની સૌથી ખરાબ મજાક છે

Hina Vaja
GSTV