GSTV
Home » News » Video: શાહિદ-કિયારાની હૉટ કેમેસ્ટ્રી, ‘કબીર સિંહ’નું આ રોમેન્ટિક સૉન્ગ તમારા હ્રદયને સ્પર્શી જશે

Video: શાહિદ-કિયારાની હૉટ કેમેસ્ટ્રી, ‘કબીર સિંહ’નું આ રોમેન્ટિક સૉન્ગ તમારા હ્રદયને સ્પર્શી જશે

બોલીવુડ એક્ટર શાહિદ કપૂરની ફિલ્મ ‘કબીર સિંહ’નું ત્રીજુ ગીત ‘સોહન્યા’ રિલિઝ થઇ ગયું છે. આ સૉન્ગમાં શાહિદ અને કિયારાની લવ કેમેસ્ટ્રી નજરે આવી રહી છે. આ એક રોમેન્ટિક સૉન્ગ છે. આ સૉન્ગને સચેત ટંડન અને પરંપરા ઠાકુરે સ્વરબદ્ધ કર્યુ છે. તેનું મ્યુઝિક પણ સચેત અને પરંપરાએ આપ્યું છે.

આ લવ સૉન્ગના લિરિક્સ ઇરશાદ કામિલે લખ્યાં છે. અગાઉ કબીર સિંહનું ‘બેખયાલી’ અને ‘તુજે કિતના ચાહને લગે’ સૉન્ગ રિલિઝ કરવામાં આવ્યાં હતાં.

જણાવી દઇએ કે આ પિલ્મમાં શાહિદ એક મેડિકલ સ્ટુડન્ટનો રોલ નિભાવી રહ્યો છે. જે પછીથી ડોક્ટર બની જાય છે. પરંતુ બ્રેકઅપ બાદ તેને દારૂ પીવાની લત લાગી જાય છે. આ ઉપરાંત તે ઘણો ગુસ્સાવાળો પણ હોય છે. તેનો પોતાના ગુસ્સા પર કંટ્રોલ નથી.

ટ્રેલરમાં પણ તેની ઝલક જોવા મળી છે. તેમાં શાહિદ કિયારાના પ્રેમમાં ગળાડૂબ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ 21 જૂન 2019ના રોજ રિલિઝ થશે.

મૂળ તેલુગુ હિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની આ રિમેક છે જેને કબીર સિંઘ નામ આપવામાં આવ્યું છે. અગાઉ આ ફિલ્મ અર્જુન કપૂર કરવાનો હતો પરંતુ એણે એવો આગ્રહ સેવ્યો હતો કે સાઉથ ઇન્ડિયન ડાયરેક્ટરને બદલે હિન્દી ફિલ્મોના કોઇ ડાયરેક્ટરે  હિન્દી રિમેકનું ડાયરેક્શન કરવું જોઇએ. પરિણામે અર્જુન કપૂરના સ્થાને શાહિદ કપૂરને લેવામાં આવ્યો.

Read Also

Related posts

સૌરાષ્ટ્રમાં જિલ્લા – તાલુકા પંચાયતોની 21 પૈકી 14 બેઠકોમાં ભાજપનો વિજય

Mayur

ટીમ ઈન્ડિયામાં જૂથબંધી, ખેલાડીઓ રોહિત અને કોહલીના ગ્રૂપમાં વહેંચાઈ ગયા છે

Mayur

તહેવાર સમયે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે, રેલવે દ્વારા 20 ટ્રેનો આ કારણોસર થઈ શકે રદ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!