GSTV
Home » News » ભારત ફિલ્મને પણ કમાણીમાં પાછળ પાડી કબિર સિંહે, 3 દિવસમાં આંકડો કરોડોને પાર

ભારત ફિલ્મને પણ કમાણીમાં પાછળ પાડી કબિર સિંહે, 3 દિવસમાં આંકડો કરોડોને પાર

પહેલા દિવસે 20 કરોડની કમાણી સાથે ખાતું ખોલ્યા બાદ બોક્સઓફિસ પર ધુંવાધાર કમાણી હજી શરૂ છે. કબિરસિંહ શાહિદ કપૂર અને કિયારા અડવાણીના કરિયરની સૌથી મોટી ઓપનર સાબિત થઈ છે. બે દિવસમાં 42.92 કરોડનું કલેક્શન કર્યા બાદ અનુમાન છે કે રવિવારના દિવસે 25 કરોડની કમાણી કરી હશે.

ત્યારબાદ કબિરસિંહનો ઓપનિંગ વીકએન્ડ 67.92 કરોડ થઈ ગયો છે. શુક્રવારના દિવસે 20.21 કરોડ અને શનિવારે 22.71 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે ભારત-અફઘાનિસ્તાની મેચ હોવા છતાં પણ તેની કમાણીમાં કોઈ ફેર પડ્યો નહોતો. તેના પરથી એવો અંદાજો લગાવી શકાય છે કે શાહિદ કપૂરનો આ રોમાન્ટિક ડ્રામા ઈમ્પ્રેસ કરી રહ્યો છે.

લાંબા સમય પછી સિલ્વર સ્કિન પર ફેન્સને જનૂન અને પાગલપન વાળી લવ સ્ટોરી જોવા મળી રહી છે. કબિર સિંહ 3123 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. આ તેલુગુ બ્લોકબસ્ટર અર્જુન રેડ્ડીની હિન્દી રિમેક ફિલ્મ છે. એક પાગલ પ્રેમીની કહાનીની ફિલ્મ, શાહિદ કપૂરની એક્ટિંગની બધા પ્રશંસા કરી રહ્યા છે.

કિયારા અડવાણી સાથે શાહિદ કપૂરની કેમેસ્ટ્રીએ ઓડિયન્સનું દિલ જીતી લીધું છે. ફેન્સને કિયારાની સાદગી પસંદ આવી છે. કબિર સિંહનું નિર્દેશન સંદિપ વાંગાએ કર્યું છે. બોક્સઓફિસ પર સલમાન ખાનની ભારત સામે ટકવું એ પણ કબિર સિંહ માટે પડકાર હતો. વીકએન્ડમાં શાનદાર કલેક્શન કર્યા બાદ કબિરસિંહ માટે વીકડેઝમાં કામયાબી જાળવી રાખવી જરૂરી બનશે.

Read Also

Related posts

જથ્થાબંધ મોંઘવારી દરમાં ઘટાડો નોંધાયો, છેલ્લા 23 મહિનામાં સૌથી નીચા સ્તરે

Riyaz Parmar

Chandra Grahan 2019: આવી રીતે જુઓ વર્ષનો આખરી ચંદ્ર ગ્રહણ

Path Shah

કાંકરીયા અકસ્માત પાછળ જવાબદાર કોણ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ મિડિયાને જોઈ ચાલતી પકડી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!