GSTV
Home » News » બૉક્સ ઓફિસ પર શાહિદની કબીર સિંહે ફટકારી સદી, પાંચ દિવસમાં કરી આટલા કરોડની કમાણી

બૉક્સ ઓફિસ પર શાહિદની કબીર સિંહે ફટકારી સદી, પાંચ દિવસમાં કરી આટલા કરોડની કમાણી

બૉલીવુડ સ્ટાર શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિહનો જલવો બૉક્સ ઓફિસ પર યથાવત છે. આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં ઘણા કીર્તિમાન સ્થાપિત કરી ચૂકી છે.  21 જૂને રિલીઝ થયેલી આ ફિલ્મ પાંચમાં દિવસે 100 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. શાહિદ કપૂરની આ ફિલ્મ સાઉથની સુપરહિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિંદી રિમેક છે.

ડાયરેક્ટર સંદીપ વાંગેએ અર્જુન રેડ્ડીની જેમ જ આ ફિલ્મને પરફેક્શન સાથે બનાવી છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શ મુજબ કબીર સિંહે પાંચમા દિવસે એટલેકે મંગળવારે 16.53 કરોડની કમાણી કરી હતી. ત્યાર બાદ આ ફિલ્મની કુલ કમાણી 104.90 કરોડ સુધી પહોંચી ગઈ છે. કબીરસિંહે પહેલાં દિવસે 20.21 કરોડની કમાણી કરી છે.

આ કમાણી સાથે આ ફિલ્મ શાહિદ કપૂરની કરિયરની સૌથી  મોટી ઓપનર બની ગઈ છે. આની પહેલાં ફિલ્મ પદ્માવતે 19 કરોડ રૂપિયાની કમાણી પહેલાં જ દિવસે કરી હતી. આ કમાણી બાદ આ ફિલ્મ શાહિદ કપૂરની સૌથી મોટી સોલો ઓપનર બની ગઈ હતી. આની પહેલાં તેની ફિલ્મ શાનદારે 13.10 કરોડની કમાણી કરી હતી.

સૌથી તેજ 100 કરોડ ક્લબમાં

100 કરોડ ક્લબમાં શામેલ થયા બાદ કબીર સિંહના નામે વધુ એક રેકોર્ડ નોંધાયો છે. કબીર સિંહ આ વર્ષે રિલીઝ થયેલી બીજી એવી ફિલ્મ છે,જે સૌથી ઝડપથી 100 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આની પહેલાં ફક્ત સલમાનખાનની ભારત ફિલ્મે 4 દિવસમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જોકે, એ પણ સાચુ છેકે, ભારત 4,700 સક્રીન પર રિલીઝ થઈ હતી. જ્યારે કબીરસિંહને 3,123 સ્ક્રીન્સ જ મળી છે.

કેસરી અને ગલીબૉયને પાડી પાછળ

શાહિદ કપૂરની કબીર સિંહે અક્ષય કુમારની કેસરી અને રણવીરસિંહની ગલી બૉયને પણ પાછળ છોડી દીધી હતી. તરણ આદર્શ મુજબ, 3600 સ્ક્રિન્સ પર રિલીઝ થયેલી કેસરીને 7 દિવસે 100 કરોડ ક્લબમાં જગ્યા મળી હતી, તો 3350 સ્ક્રીન પર રિલીઝ થયેલી ગલી બૉય 8 દિવસે 100 કરોડ ક્લબમાં સામેલ થઈ હતી.

આવી રીતે મળી રહ્યા છે દર્શકો

કબીર સિંહને સામાન્ય દર્શકોના રિવ્યૂઝનો વધારે લાભ મળી રહ્યો છે. માઉથ-ટૂ-માઉથ પબ્લિસીટીને કારણે મોટી સંખ્યામાં દર્શકો ફિલ્મ જોવા પહોંચી રહ્યા છે.

READ ALSO

Related posts

શું રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફને હટાવવાની તૈયારી થઈ રહી છે, બીસીસીઆઈએ આપ્યો આ સંકેત

Nilesh Jethva

મોનસુનમાં આ વસ્તુનુ ધ્યાન રાખશો તો રહેશો બીમારીઓથી દુર

Kaushik Bavishi

દેશમાં એક તરફ વરસાદી માહોલ, જ્યારે ગુજરાતના આ જિલ્લામાં મેઘ માટે તરસે છે જગતનો તાત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!