કભી ખુશી કભી ગમના બાળ કલાકારો અત્યારે શું કરી રહ્યા છે, એક સ્ટાર આવવાનો છે રણબીરની બ્રહ્માસ્ત્રમાં નજર

1998માં કરણ જોહરની ફિલ્મ કુછ કુછ હોતા હૈ રિલીઝ થઇ હતી. આજે કરન જોહરને લાગે છે કે તેઓ આ ફિલ્મથી સંતુષ્ટ નથી કારણ કે ફિલ્મ આનાથી પણ સારું પ્રદર્શન કરી શકી હોત. તેના પછી ફિલ્મ આવી કભી ખુશી કભી ગમ. જે ફિલ્મ 2001માં રિલીઝ થઇ હતી. ફિલ્મની સ્ટારકાસ્ટ એટલી તગડી હતી કે ફિલ્મને લઇ હલ્લો મચી ગયો હતો. શાહરૂખ ખાન-અમિતાભ બચ્ચન- જયા બચ્ચન-કાજોલ આ સિવાય કહોના પ્યાર હૈથી સ્ટાર બની જનાર ઋત્વિક રોશન. ફિલ્મને ક્રિટિકલી સારો રિસ્પોન્સ ન મળ્યો પણ ફિલ્મ કમાણી સારી કરી ગઇ. તેના ગીતો સુપરહિટ રહ્યા. આ સાથે જ ચાઇલ્ડ આર્ટિસ્ટો પણ આ ફિલ્મમાં જોવા મળ્યા હતા. ત્યારે આ ચાઇલ્ડ આર્ટિસ્ટો કોણ હતા અને અત્યારે શું કરી રહ્યા છે તેના પર એક નજર કરીએ.

માલવિકા રાજ

માલવિકાએ એ ફિલ્મમાં કરિના કપૂરના બાળપણનો કિરદાર પ્લે કર્યો હતો. 2010માં તેણે ફેમિના મિસ ઇન્ડિયા કોન્ટેસ્ટ જીત્યો. આ સિવાય નેશનલ લેવલની ફુટબોલ ચેમ્પિયન પણ રહી ચૂકી છે. પણ સ્પોર્ટ્સ અને સિનેમા બંન્નેમાં તેણે સિનેમાને જ પસંદ કર્યું. એ કેટલી એડમાં નજર આવી ચૂકી છે. 2017માં આવેલી તેલુગુ ફિલ્મ જયદેવ અને ઇમરાન હાશ્મીની આવનારી ફિલ્મ કેપ્ટન નવાબમાં પણ તે જોવા મળશે.

કવિશ મજૂમદાર

કવિશે ઋૃત્વિક રોશનના બાળપણનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મમાં તેને પ્રેમથી લડ્ડુના ઉપનામે બોલાવવામાં આવે છે. 2009માં તેણે સોહમ શાહની ફિલ્મ લકમાં આસિસ્ટંન્ટ ડાયરેક્ટરની ભૂમિકા નિભાવી હતી. એ પછી પુનિત મલ્હોત્રાની ફિલ્મ ગોરી તેરે પ્યાર મેં અને વરૂણ ધવનની ફિલ્મ મેં તેરા હિરો અને રિતેશ દેશમુખની બેંકચોરમાં પણ તેણે બતોર એક્ટર કામ કર્યું હતું.

જિબ્રાન ખાન

જિબ્રાન ખાને કભી ખુશી કભી ગમમાં શાહરૂખ અને કાજોલના દિકરાનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મના એન્ડમાં આવતા જન ગણ મનના સીનને આજે પણ યાદ કરવામાં આવે છે. આ સિવાય અનિલ કપૂરની રિશ્તે, ગોવિંદાની ક્યૂંકી મેં જૂઠ નહીં બોલતા, સુનીલ શેટ્ટીની બડે દિલવાલામાં કામ કરી ચૂક્યો છે. આખરે અત્યારે તેને રણબીર કપૂર અને અમિતાભ બચ્ચની બ્રહ્માસ્ત્રમાં કામ મળી ચૂક્યું છે.

પરજાન દસ્તૂર

કુછ કુછ હોતા હૈથી તેણે પોતાનું ડેબ્યુ કરેલું. ધારાની એડથી પોપ્યુલર થનારા પરજાને બાદમાં કભી ખુશી કભી ગમમાં પણ કામ કર્યું. 2005માં આવેલી ફિલ્મ પરજાનીયામાં તેણે કામ કર્યું. 2009માં આવેલી સિકંદર એ પછી સ્ટુડન્ટ ઓફ ધ યેર, ફિતૂર, ગોરી તેરે પ્યાર મેંમાં પણ જોવા મળ્યો હતો. 2017માં પૉકેટ મમ્મીમાં તેણે કામ કર્યું હતું. અત્યારે તો ફુડ પ્રોડક્ટ ઉબેર ઇટ્સની એડમાં તે નજર આવે છે.

આર્યન ખાન

આર્યન ખાને આ ફિલ્મમાં શાહરૂખના બાળપણનો રોલ કર્યો હતો. આ તેની પહેલી ફિલ્મ હતી જેમાં તેણે બાળ કલાકાર તરીકે ડેબ્યુ કર્યું હતું. હાલ શાહરૂખે કહ્યું તે મુજબ આર્યન ખાન અમેરિકામાં ડિરેક્શનની તાલીમ લઇ રહ્યો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter