છત્તીસગઢના ધમતરી જિલ્લા ગોજી ગામમાં કબડ્ડીની મેચ દરમિયાન રિંગમાં જ એક વીસ વર્ષિય ખેલાડીનું મોત થયું છે. અધિકારીઓએ ગુરુવારે આ જાણકારી આપી. આ ઘટનાનો વીડિયો ત્યાં બેસેલા એક દર્શકના કેમેરામાં કેદ થયો. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જાણકારી પ્રમાણે, ધમતરી જિલ્લાના કોકડી ગામમાં રહેતા નરેન્દ્ર સાહુનું મોત કબડ્ડી રમતા દરમિયાન મોત થયું. આ ઘટના બુધવાર સાંજની છે.
ઘટના અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, નિવેદનો પ્રમાણે સાહુ વિરોધી ટીમના કોર્ટમાં ગયો અને જ્યારે તે પરત ફરી રહ્યો હતો ત્યારે એક ખેલાડીએ તેને પકડ્યો અને પછી બીજા ખેલાડીઓએ પણ તેને દબોચી લીધો. તે શ્વા, નહોતો લઈ શકતો અને પછી તે પડી ગયો. આ સાથે જ અધિકારીએ કહ્યું કે, સાથી ખેલાડીઓ અને ત્યાં હાજર ગામના સરપંચે તરત જ ખેલાડીને લઈને કુરુદ હોસ્પિટલ પહોંચ્યા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં.
नरेंद्र साहू (20) ने कब्बड्डी खेलते हुए अपनी जान गंवा दी। जगह – गाँव गोजी , ज़िला धमतरी। पुलिस का कहना कि मर्ग क़ायम कर के जांच हो रही है।
— Ritesh Mishra (@riteshmishraht) January 21, 2021
दुःखद है
और नमन है इस खिलाड़ी को
(वीडियो : सोशल मीडिया से मिला है ) pic.twitter.com/IySLyktc4m
કેસની તપાસ કરી રહેલાં અધિકારીએ કહ્યું, શરૂઆતના રિપોર્ટ પરથી એવું લાગી રહ્યું છે કે, સાહુનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે પરંતુ અમે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યાં છીએ. અધિકારીએ જણાવ્યું કે, પોલીસે CRPCની કલમ 164 હેઠળ કેસ નોંધી લીધો છે અને ઘટનાની તપાસ કરી રહી છે. અધિકારીએ એમ પણ કહ્યું કે, પોલીસે ઘણાં લોકોના નિવેદનો નોંધ્યા છે અને તપાસ બાદ કેટલીક કલમો લગાવવામાં આવી શકે છે.
READ ALSO
- સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ
- કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો
- કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો
- નવસારી GIDC માં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે
- ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય