GSTV
Home » News » Kaala Review : આ ફિલ્મ દર્શાવશે શા માટે છે રજનીકાંતના કરોડો ચાહકો

Kaala Review : આ ફિલ્મ દર્શાવશે શા માટે છે રજનીકાંતના કરોડો ચાહકો

રજનીકાંતની કેટલી ફૅન ફૉલોઇંગ છે તેનાથી તો સૌ કોઇ વાકેફ છે. 67 વર્ષની ઉંમરે પણ રજનીકાંતની લોકપ્રિયતા હજુ એટલીને એટલી જ છે પરંતુ એવું કહી શકાય કે દિવસેને દિવસે તેમની લોકપ્રિયતા વધતી જ જાય છે. આજે રજનીકાંતની મોસ્ટ એવેઇટેડ ફિલ્મ કાલા રિલિઝ થઇ ગઇ છે અને આ ફિલ્મ તમને જણાવશે કે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં શા માટે રજનીકાંતનો કોઇ વિકલ્પ નથી.

કાલામાં રજનીકાંત સાથે નાના પાટેકર અને હુમા કુરેશી જેવા બોલીવુડના જાણીતા ચહેરાઓ પણ છે. વંડરબાર ફિલ્મ્સ દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. પા.રંજીતે આ ફિલ્મનું ડાયરેક્શન કર્યુ છે અને તેમણે રજનીકાંત સાથે કબાલી ફિલ્મમાં પણ કામ કર્યુ છે.

ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો ફિલ્મનો પ્લૉટ મુંબઇના ધારાવીનો છે જ્યાં કાલા એટલે કે રજનીકાંત પોતાના પરિવાર સાથે રહે છે. અહીના લોકોને તે નેતા છે અને સૌ કોઇ તેની વાત માને છે. કાલાના પરિવારમાં તેની પત્ની સેલ્વી, ચાર દિકરા અને પૌત્ર પણ છે. આ ફિલ્મમાં હુમા કુરેશી કાલાની પૂર્વ પ્રેમિકાનું પાત્ર ભજવી રહી છે.

ફિલ્મના ફર્સ્ટ હાફમાં રજનીકાંતને પોતાના પાત્રમાં ઓતપ્રોત થયેલા જોઇ શકાય છે અને તેમની અેનર્જી જોઇને સમજી શકાય કે શા માટે 67 વર્ષના આ અભિનેતાના આટલા ફેન્સ છે. કાલાના શાંત જીવનમાં હરિ એટલે કે નાના પાટેકરની એન્ટ્રી થયા બાદ ભૂકંપ આવે છે જે ધારાવી પર પોતાને કબજો જમાવવા માંગે છે. તે પછી શરૂ થાય છે હિરો અને વિલનની જંગ. નાના પાટેકર પણ તેમના પાત્રમાં ખૂબ જ દમદાર લાગી રહ્યાં છે.

જો કે કાલાનો ક્લાઇમેક્સ ખૂબ જ લાંબો લાગશે અને ઘણાં લોકોને તે કંટાળાજનક પણ લાગે. મ્યુઝિકની વાત કરીએ તો ફિલ્મનું મ્યુઝિક પણ કંઇ ખાસ નથી. સિનેમેટોગ્રાફી અને ડાયરેક્શનના મામલે આ ફિલ્મ કમાલ છે. ઓવરઓલ ફિલ્મ તમને યાદગાર લાગશે.

Related posts

વિવેકે ઐશ્વર્યા માટે કરેલી મજાક તેને જ પડી રહી છે ભારે, હવે ફેન્સ આવી રીતે ઉડાવી રહ્યા છે મજાક

Mansi Patel

મીડિયાની ટીકાથી કંટાળેલા એચડી કુમારસ્વામી નિયંત્રણ માટે લાવશે કાયદો

NIsha Patel

રમા વસ્ત્રો ઉતારી પલંગ પર સૂઈ ગઈ, સુધીર પણ પોતાના વસ્ત્રો ઉતારવા લાગ્યો અને….

Bansari
Do NOT follow this link or you will be banned from the site!