GSTV
Home » News » દિયા મિર્ઝાનાં પાકિસ્તાનના નિવેદન ઉપર ટ્રોલર્સે ઉધડા લઈ નાખ્યા

દિયા મિર્ઝાનાં પાકિસ્તાનના નિવેદન ઉપર ટ્રોલર્સે ઉધડા લઈ નાખ્યા

દેવોના દેવ મહાદેવમાં ભગવાન શંકરની ભૂમિકા નીભાવીને મોહિત રૈનાએ નાના પડદા ઉપર ભૂબ લોકપ્રિયતા મેળવી છે. આ સિરિયલમાં મોહિત રૈનાના રોલ લોકપ્રિય રહ્યો હતો. ત્યારે જ જ્યારે મોહિત રૈનાએ “ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈકથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ, જેમા તે ઈન્ડિયન આર્મીના જાંબાઝ ઓફિસરની ભૂમિકામાં દેખાયો હતો. હવે મોહિત એક વેબ સિરિઝમાં દેખાવાનો છે. આ વેબ સિરિઝમાં મોહિત દિયા મિર્ઝા સાથે દેખાવાનો છે.

હાલમાં જ દિયા મિર્ઝા તેના કોસ્ટાર મોહિત રૈના સાથે વાઘા બોર્ડર પહોંચી હતી. જ્યાં તેણે ભારત અને પાકિસ્તાન વચ્ચેની બોર્ડરને લઈને પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી. દિયા મિર્ઝાએ ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યુ હતુકે, “માણસો સરહદો બનાવે છે. માણસાઈ નહી #Kaafir” ત્યારે તેની આ પોસ્ટ ઉપર યૂઝર્સે તેને જવાબ આપ્યા હતા. દિયાએ એક ફોટો શેર કરતાં લખ્યુ હતુકે, સરહદો માણસો બનાવે છે. કુદરત નહી. આ પોસ્ટ ઉપર અમુક લોકો તેની વાતને સાચી માની રહ્યા છે.

તો અમુક યુઝર્સે તેને ટ્રોલ કરી હતી. કોઈ યુઝર્સે લખ્યુ હતુકે, પાકિસ્તાન બોમ્બ બનાવે છે. માણસાઈ નહી. તો દિયાનાં કેપ્શનને જોઈને ઘણા યુઝર્સે તેના દ્વારા પાકિસ્તાન ઉપર ગુસ્સો ઉતાર્યો હતો. વધારે માણસાઈ અને દોસ્તીનો હાથ વધારવાની જરૂર નથી. પાકિસ્તાનમાં માણસો નહી, ફક્ત શૈતાન રહે છે. તમે એક્ટ્રેસ લોકો તમારી એક્ટિંગ ઉપર જ ધ્યાન આપો.

દિયા અને મોહિત વાઘા બોર્ડર ઉપર જઈને ત્યાં તૈનાત જવાનોને મળ્યા હતા અને તેમની સાથે ફોટો પણ લીધા હતા.

આ દરમ્યાન મોહિતે આર્મી પ્રિંટની ટીશર્ટ પહેરી હતી તો દિયાએ બીએસએફની કેપ પહેરી હતી.

વાઘા બાર્ડની સિવાય બંને સ્ટાર અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ પણ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગુરૂદ્વારામાં માથું ટેકવ્યુ હતુ.

ગુરૂદ્વારામાં મોહિત અને દિયાએ સામાન્ય લોકો વચ્ચે બેસીને લંગરનો પ્રસાદ પણ ખાધો હતો.

આ છે કાફિરનો સીન.

બંને સ્ટાર પહેલીવાર એકસાથે કામ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

ફેસબુક પર ગ્રીન અમદાવાદ અને વૃક્ષારોપણની સુફિયાણી વાતો, બીજી તરફ વૃક્ષોનું નિકંદન

Path Shah

અમદાવાદમાં કરોડોના ખર્ચે બનેલા ઇન્કમટેક્સ બ્રિજમાં એએમસીનો રેઢિયાળ વહીવટ સામે આવ્યો

Nilesh Jethva

ગૌચર જમીન મુદ્દે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનાં રાજ્ય સરકાર પર આકરા પ્રહાર

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!