GSTV

આધુનિક મહિલાઓ માં બનવા નથી માંગતી એટલે તેઓ સરોગસી પસંદ કરે છે, કર્ણાટકના મંત્રીની વિવાદાસ્પદ ટિપ્પણી

Last Updated on October 11, 2021 by Pritesh Mehta

આધુનિક ભારતીય મહિલાઓ અપરણિત રહેવા માંગે છે અને લગ્ન પછી બાળકને પણ જન્મ નથી આપવા માંગતી. તેઓ સરોગસીથી બાળક ઈચ્છે છે. આ ટિપ્પણી કરી છે કર્ણાટકના આરોગ્ય મંત્રી ડૉ. કે. સુધાકરે. તેમણે કહ્યું છે કે આપણા આધુનિક ભારતીય સમાજ પર પશ્ચિમી સભ્યતાનો પ્રભાવ વધતો જઈ રહ્યો છે જે ઘણી વખત ખતરનાક સાબિત થઇ શકે છે.

સરોગસી

ડૉ. સુધાકરે કહ્યું કે આજે લોકો નથી ઇચ્છતા કે તેમના માતાપિતા હવે તેમની સાથે રહે. માતા પિતાની સેવા કરવી તેમને બોજો લાગે છે. આધુનિક મહિલાઓ અવિવાહિત રહેવા માંગે છે. જો તેઓ લગ્ન પણ કરે છે તો બાળકને જન્મ નથી આપવા માંગતી. તેઓ સરોગસી ઈચ્છે છે. એટલે જ આપણા વિચારોમાં પરિવર્તન આવ્યું છે જે સારી બાબત નથી.

ડૉક્ટર સુધાકરે આ વાતો આજે માનસિક સ્વાસ્થ્ય દિવસ પર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોલોજીકલ સાયન્સિસ (NIMHANS) ખાતે આયોજિત એકે કાર્યક્રમમાં કહ્યું હતું. તેમને કહ્યું કે આ દુર્ભાગ્ય છે કે આજે આપણે પશ્ચિમી રસ્તે જઈ રહ્યા છીએ. આપણે નથી ઇચ્છતા કે આપણા માતા પિતા આપણી સાથે રહે. દાદા-દાદી આપણી સાથે રહે.

માનસિક સ્વાસ્થ્ય પર ચર્ચા કરતા તેમણે કહ્યું કે દર સાતમો ભારતીય આજે માનસિક સમસ્યાનો શિકાર છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ એટલે કે તણાવ વ્યવસ્થાપન એક કળા છે અને તે આપણી સંસ્કૃતિનો એક ભાગ રહેલો છે. પરિવાર તેમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેઓ આપણી શક્તિ બને છેમ સાથે જ આપણા પૂર્વજો દ્વારા શીખવવામાં આવેલ યોગ અને ધ્યાનના સાધનો દ્વારા તેના પર નિયંત્રણ કરી શકાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

જાણવા જેવુ / શું તમારું પીવીસી આધારકાર્ડ થઇ ગયું છે રદ? તુરંત ઘરેબેઠા કરી લો આ ઓનલાઇન પ્રોસેસ

GSTV Web Desk

જૂનાગઢ મહાનગરપાલિકામાં અંધેર; લાયકાત વગરનો સ્ટાફ સંભાળી રહ્યો છે કામગીરી, મહત્વપૂર્ણ હોદ્દાઓ પરની જગ્યાઓ ખાલી

Vishvesh Dave

નિર્ભયાના દોષિતોને ફાંસી અપાવનાર વકીલ સીમા કુશવાહા BSPમાં જોડાઈ, હાલમાં પણ લડી રહી છે કેટલાય રેપ કેસ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!