GSTV
Home » News » 159 ચૂંટણીઓ હારવા છતાં આ ઉમેદવાર દરેક VIP સીટમાં ભરે છે ફોર્મ, દેશનો સૌથી નિષ્ફળ ઉમેદવાર

159 ચૂંટણીઓ હારવા છતાં આ ઉમેદવાર દરેક VIP સીટમાં ભરે છે ફોર્મ, દેશનો સૌથી નિષ્ફળ ઉમેદવાર

dr k padmarajan tamil nadu

લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં વડોદરા બેઠક પરથી નરેન્દ્ર મોદીએ ઝંપલાવ્યું હતું, જેના કારણે સમગ્ર દેશમાં વડોદરા બેઠક સૌથી વધુ ધ્યાનાકર્ષક બની ગઇ હતી. વડોદરા બેઠક વીઆઇપી ગણાવા લાગી હતી.  આવી વીઆઇપી બેઠકો સહિત દેશભરમાં વિવિધ બેઠકો પર ચૂંટણી લડવાનો રેકોર્ડ તમિળનાડુના ડો. કે. પદમરાજનના નામે નોંધાયો છે. જેમણે ૨૦૧૪ની ચૂંટણીમાં વડોદરા બેઠક પરથી ફોર્મ ભર્યુ હતું. એ વખતે તેમણે ૧૫૯મી વખત ફોર્મ ભર્યુ હતું.

અત્યાર સુધીમાં રૂપિયા.૨૦ લાખ ખર્ચ પેટે ગુમાવ્યા

તમિળનાડુના સેલમ જિલ્લાના મેત્તુર નગરના ડો.કે. પદમરાજન આમ તો હોમિયોપેથિક ડોકટર છે અને બિઝનેશમેન બન્યા છે. ૨૦૧૪ પછી પણ તેમણે દેશભરમાં જ્યાં જ્યાં વીઆઇપીઓ ચૂંટણી લડે છે, ત્યાં ત્યાં તેમણે ખાસ ફોર્મ ભરવાનું ચાલુ રાખ્યું છે અને અત્યાર સુધીમાં 159 વખત ફોર્મ ભરી ચૂક્યા છે. ચૂંટણી લડવા માટે ડિપોઝિટ ભરવા સહિતનો અત્યાર સુધીમાં રૂપિયા.૨૦ લાખ ખર્ચ પેટે ગુમાવ્યા છે. જો કે ફોર્મ ભર્યા બાદ તેઓ ચૂંટણી પ્રચાર કરવા કે બીજો કોઇ ચૂંટણીલક્ષી ખર્ચ કરતા નથી.

દેશનો ગમે તે સામાન્ય નાગરિક ચૂંટણી લડી શકે

૧૯૮૮થી ચૂંટણી લડવાની શરૃઆત કરનાર ડો. પદમરાજન ‘સૌથી વધુ અસફલ ઉમેદવાર’ નો રેકોર્ડ ધરાવે છે. કેમ કે અત્યાર સુધીમાં તેઓ એક પણ વખત ચૂંટણી જીતી શક્યા નથી. ડો. પદમરાજન અત્યાર સુધીમાં તેઓ ડો. એપી જે કલામ, ડો. મનમોહનસિંહ, અટલબિહારી વાજપેયી, નરસિંહ રાવ, પ્રણ મુખરજી, પ્રતિભા પાટિલ, કે.આર. નારાયણન, હમીદ અન્સારી, જયલલિતા, કરૃણાનિધિ, ભૈરોસિંહ શેખાવત, હેમામાલિની વગેરે સામે ચૂંટણી લડી ચૂક્યા છે. ૨૦૧૪માં વડોદરા બેઠક ફોર્મ ભરવાની શરૃઆત થઇ ત્યારે તેમણે પહેલા જ દિવસે સૌ પ્રથમ ફોર્મ જ ભર્યુ હતું. જો કે તેમનું ફોર્મ રદ થયું હતું. માત્ર મની-મસલ ધરાવનાર લોકો જ ચૂંટણી લડી શકે એવું નથી, આ દેશનો ગમે તે સામાન્ય નાગરિક ચૂંટણી લડી શકે એમ તેમનું કહેવું છે. 

Related posts

કોરોનાએ અરબપતિઓના 32 લાખ કરોડ રૂપિયા ડૂબાડ્યા, કેટલા નામથી તો તમે પણ હશો અજાણ

Karan

ડીએમએ સીડીઓ પર બેસી વૃદ્ધાની સમસ્યાનું કર્યુ સમાધાન, દ્રશ્ય જોઈ સૌ કોઈ થયા ભાવુક

Ankita Trada

6 લોકોએ અનુરાગ ઠાકુરવાળી કરી , દિલ્હીની સ્થિતિમાં બળતામાં ઘી હોમ્યુ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!