GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

ઘરેથી નીકળતા પહેલાં આ કામ અચૂકપણે કરો, પાર પડી જશે તમારા અટકેલા કામ

ઘરથી નીકળતાં પહેલા ઘરના મંદિરમાં 11 અગરબત્તી અને શુદ્ધ ઘીનો દીવો કરો. સાથે જ કંકુ, હળદર, અબીલ, ગુલાલ, ચોખા અને ફૂલ થાળીમાં રાખીને ભગવાનની આરતી કરો. સાથે જ ભગવાન પાસે આખો પ્રવાસ સારો રહે તે માટેની પ્રાર્થના કરો. એ પછી કાળા તલ અને પોતાના પરથી સાત વખત ઉતારીને ઉત્તર દિશામાં ફેંકી દો. આનાથી ખરાબ બલાઓ ટળી જાય છે.

– ઘરની બહાર નીકળતી વખતે સ્વરનું ધ્યાન રાખો. જે સ્વર ચાલતો હોય તે જ પગ બહાર કાઢો.

-ઘરમાંથી નીકળતી વખતે કેટલાક શબ્દો ના બોલવા જોઈએ. જેમ કે જૂતા, ચપ્પલ, લાકડી, કોઈપણ પ્રકારની ગાળ, તાળા, રાવણ, પથ્થર, મરવું, ડૂબવું, ફેકંવુ, છોડીને આવવું કે આવા કોઈપણ નેગેટિવ શબ્દ.

– યાત્રા માટે ઘરેથી નીકળતી વખતે શુભ ચોઘડીયું જરૂર જુઓ.

– યાત્રાપર નીકળો ત્યારે ભૂલથી પણ કોઈ નદી, આગ અને હવા વિશે અપમાનભરી વાત ના કરો. માન્યતા છે કે આ ઇશ્વરની અમૂલ્ય ભેટ હોવાથી તેની મજાક ના કરવી જોઈએ.

– ઘરેથી નીકળો ત્યારે એક સૂરમાં ભગવાનનું નામ કે પવિત્ર મંત્ર કે મંગલવચનોનો ઉચ્ચાર કરો. આપની યાત્રા મંગલમયી થશે.ઘરમાથી નીકળતાં પહેલાં ચોખાની નાની ડેરી પર કળશ અને સવા રૂપિયા મુકીને અગરબત્તીથી આરતી કરો. સાથે જ પ્રાર્થના કરો કે યાત્રામાં કોઈ બાધા ના આવે. પ્રવાસેથી પાછા આવો પછી તે રૂપિયા, ચોખા અને પાણીને શિવ મંદિરમાં ચઢાવો.

– ઘરમાંથી નીકળતી વખતે કીડીઓને લોટ આપો, પક્ષીઓને દાણા નાખો, કાળા કૂતરાને રોટલી અને ગાયને ભીનુ અનાજ આપવું.

– જો શક્ય હોય તો ઘરની સૌથી નજીક આવેલા મંદિરમાં નાળિયેર ધરાવો. સાથે જ મંદિરની દાનપેટીમાં પૈસા ચઢાવવાને બદલે ત્યાં જ ક્યાંક છુપાવીને મુકી દો. આ ગુપ્તદાન ગણાશે. પ્રવાસ માટેનો આ ફળદાયી ટોટકો છે.

– એક ડબ્બામાં દાળ, ચોખા, લોટ, ખાંડ, ફળ, ફૂલ અને મીઠાઈ મુકો. જ્યારે તમે નવા વર્ષે ઉત્સવ મનાવીને પાછા આવો એટલે એ કોઈ બ્રાહ્મણ કે ગરીબને દાન કરો.

Read Also

Related posts

હવે સુરત જિલ્લામાં કોરોનાએ ફટકારી સદી, અડધી પીચે રમતી સરકાર સામે જીતી જશે કોરોના

Bansari

ઓ બાપ રે… 700 બાળકો Corona પોઝિટીવ, જેમની ઉંમર 10 વર્ષથી પણ ઓછી

Arohi

ચીન બાદ હોંગકોંગનો વારો, અમેરિકાએ આપેલા વિશેષ અધિકાર પરત લઇ લેશે ટ્રમ્પ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!