GSTV
Home » News » ઘરમાં ભુલથી પણ ન કરો આ કામ નહીં તો થઈ જશો બરબાદ

ઘરમાં ભુલથી પણ ન કરો આ કામ નહીં તો થઈ જશો બરબાદ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જીવન સુખમયી રાખવું હોય તો કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં આ નિયમોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ નિયમોનું પાલન જે ઘરમાં થતું નથી ત્યાં સુખ સમૃદ્ધિ ટકતી નથી અને ઘરમાં દરિદ્રતા છવાઈ જાય છે. આવા ઘરમાં હોસ્પિટલના ખર્ચ, કોર્ટ કચેરીના ખર્ચ જેવા અણધાર્યા ખર્ચ થાય છે. આ ઉપરાંત ઘરમાં શાંતિ પણ રહેતી નથી. તો ચાલો તમને જણાવીએ કે એવા કયા નિયમ છે જેનું પાલન થાય તે જરૂરી છે. 

1. જે ઘરમાં દારુ કે તામસિક ભોજન લેવાય છે ત્યાં રાહુનો પ્રકોપ વધે છે. આવા ઘરમાં લોકોને જેલવાસ કરવો પડે છે. દારુનું સેવન કરવાથી શનિ પણ ખરાબ થાય છે અને તામસિક ભોજન કરવાથી મંગળ ખરાબ થાય છે. 

2. શનિના પ્રકોપથી સૌ કોઈ ડરે છે. પરંતુ શનિનો પ્રકોપ તે લોકો પર વરસે છે જે વ્યાજનો ધંધો કરે છે. શાસ્ત્રોનુસાર વ્યાજનો ધંધો કરવો મહાપાપ છે. આ ધંધો કરનારને શનિ દંડ આપે છે. 

3. સ્ત્રી ઘરની લક્ષ્મી હોય છે. જે ઘરમાં સ્ત્રીનું અપમાન થાય છે, તેની સાથે અનૈતિક કૃત્ય થાય છે ત્યાં દેવી દેવતા વાસ કરતા નથી અને તેવા ઘર બરબાદ થઈ જાય છે. 

4. કોઈપણ પ્રાણીને ઘરમાં રાખવાની ઈચ્છા હોય તો પહેલા કુંડળી નિષ્ણાંતને દેખાડી લેવી. કારણ કે દરેક વ્યક્તિ માટે લાભકારી પ્રાણી અલગ અલગ હોય છે. કેટલાક લોકો કુતરા પાળે તો તેમને નુકસાન થાય છે. 

5. ઘરના લોકો પર ક્રોધ કરવો નહીં. આ ઉપરાંત ઘરમાં રોકકળ પણ થાય તો સમૃદ્ધિનો નાશ થાય છે. 

6. ઘરમાં શૌચાલય અને બાથરૂમ અલગ અલગ રાખવા અને તેને નિયમિત રીતે ચોખ્ખા કરવા. તેનાથી રાહુ અનુ શુક્રની સ્થિતી સુધરે છે. ઘરમાં દાદર પણ વાસ્તુ અનુસાર અને સ્વચ્છ હોવી જોઈએ. ઘરમાં દાદર પૂર્વથી પશ્ચિમ કે ઉત્તરથી દક્ષિણ હોવી જોઈએ.

7. કોઈ સાથે છલ કરવું નહીં અને ગાય, કુતરા કે પક્ષીઓને મારવા નહીં. આમ કરવાથી ભયંકર પરીણામ ભોગવવા પડે છે.

Read Also

Related posts

મેચ વચ્ચે વૉલીબૉલની આ ખેલાડીએ બાળકને કરાવ્યું સ્તનપાન, લોકો કરી રહ્યાં છે સલામ

Bansari

પાનીપત પર વધ્યો વિવાદ, મુખ્યમંત્રી અશોક ગહલોતે સેન્સર બોર્ડમાં દખલગીરી કરવા આપ્યું સૂચન

pratik shah

વિસાવદરમાં શંકાસ્પદ આદમખોર દીપડા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!