GSTV
Home » News » જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નહાવાના પાણીમાં ઉમેરી દો આ વસ્તુ, પછી જુઓ કમાલ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નહાવાના પાણીમાં ઉમેરી દો આ વસ્તુ, પછી જુઓ કમાલ

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે સમાજમાં તેનું માન સમ્માન વધે. તેને લોકો પ્રેમ અને આદર આપે પરંતુ જીવનમાં એવી પરિસ્થિતીઓ આવે કે તેના કારણે માન સમ્માન ઘટી જાય છે.

જેવી રીતે જ્યોતિષશાસ્ત્રમાં દરેક સમસ્યાનું સમાધાન છે. તેવી જ રીતે આ સમસ્યાનું સમાધાન પણ જ્યોતિષશાસ્ત્રમાં છે. જો તમારા જીવનમાં પણ વિપરિત સ્થિતીઓ ચાલી રહી હોય તો તેમાંથી બહાર આવવા અને સમ્માન પ્રાપ્તિ માટે આ ઉપાય કરી શકાય છે. 

1. સવારે સ્નાન માટે જે પાત્ર ભરો તેમાં ગોળ, સોનું, હળદર, મધ, ખાંડ, નમક કે પીળું ફુલ આ વસ્તુઓમાંથી કોઈપણ એક વસ્તુ પધરાવી તે પાણીથી સ્નાન કરવું. 

2. રોજ સવારે સ્નાન કર્યા બાદ તાંબાના પાત્રમાં પાણી ભરી સૂર્ય દેવને અર્ધ્ય આપો.

3. દુર્ગા સપ્તશતીના દ્વાદશ અધ્યાયનો નિયમિત પાઠ કરવો. 

4. પક્ષીઓને ચણ નાખવી 

5. રાત્રે સૂતી વખતે પલંગ નીચે એક પાત્ર રાખી તેમાં પાણી ભરી દેવું. સવારે આ પાણીને ઘરની બહાર ફેંકી દેવું. આમ કરવાથી માન વધે છે. 

6. સમાજમાં પ્રતિષ્ઠા વધે તે માટે શુક્રવારે બાજરો ખરીદી અને શનિવારે કબૂતરને ચણ નાંખવી.

7. રાત્રે સૂતી વખતે માથા તરફ તાંબાના લોટામાં પાણી ભરી તેમાં મધ અને સોના કે ચાંદીની વસ્તુ પધરાવી. સવારે પ્રભુનું સ્મરણ કરી તે પાણીને પી લેવું. સમાજમાં કીર્તિ વધશે.

Read Also

Related posts

સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મુકીને વરસ્યા, લોક પણ ખુશખુશાલ

Mayur

યુવાન પુત્રનાં દુ:ખદ નિધનથી ભાંગી પડ્યા શિક્ષણ મંત્રી, સીએમ સહિતનાં નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલી

Riyaz Parmar

ક્રિકેટની પીચ પર પોતાની કમાલ દેખાડતી આ 5 મહિલા ક્રિકેટર્સ છે કુંવારી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!