GSTV

પોતાની સરકારની એડવાઈઝરીની ઐસીતૈસી, અતિ ઉત્સાહમાં આવેલા સિંધિયાએ વડાપ્રધાન મોદીની વાત પણ ન માની

Last Updated on March 12, 2020 by Pravin Makwana

મધ્ય પ્રદેશના રાજકારણમાં રાજકીય ગરમાવો ફેલાયા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કેસરીયો ધારણ કરી લીધો હતો, જ્યાં ભારતીય જનતા પાર્ટીએ તેમને મધ્ય પ્રદેશથી રાજ્યસભાના ઉમેદવાર પણ બનાવી દીધા છે. દિલ્હીથી ભોપાલ પહોંચેલા સિંધિયા માટે ભાજપના કાર્યકર્તાઓમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એરપોર્ટથી લઈ ભાજપ કાર્યાલય સુધી ફૂલોના શણગાર જોવા મળી રહ્યા છે. સિંધિયાના રોડ શોમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી.

મોદી સરકાર, સ્વાસ્થ્ય મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી

સિંધિયાના સ્વાગતમાં આવેલા લોકોની ભીડ જોઈ લાગી રહ્યું છે કે, સિંધિયા પોતાની જ સરકારની એડવાઈઝરી ભૂલી ગયા લાગે છે. કેમ કે, કોરોના વાયરસના કારણે ભીડથી દૂર રહેવાની અપીલ કરી છે. ત્યારે આવા સમયે સવાલ ઉભો થાય છે કે, શું આ કાર્યક્રમ રદ કરાઈ શક્યા ન હોત. શું સિંધિયાનો આ કાર્યક્રમ વડાપ્રધાન મોદી, સ્વાસ્થ્ય મંત્રાલય, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન આ તમામની અપીલનું કોઈ જ મહત્વ નથી.

વડાપ્રધાન મોદીએ ભીડથી દૂર રહેવા સલાહ આપી

કોરોના વાયરસના પ્રકોપથી બચવા અને સાવધાની રાખવા માટે વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અગાઉ હોળીના તહેવાર પર કાર્યક્રમો રદ કરી ચુક્યા છે. એટલુ જ નહીં વડાપ્રધાન મોદીએ તો, કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે થઈને લોકોની ભીડથી દૂર રહેવા અપીલ કરી છે, તથા દરેક લોકોને સુરક્ષિત રહેલા ભલામણ કરી છે.

READ ALSO

Related posts

વાસ્તુના નિયમો: રસોડામાં રહેલુ ઝીરૂ બદલી શકે છે આપનું નસીબ, આવી રીતે ઉપયોગ કરવાથી થશે ધનનો વરસાદ

Pravin Makwana

દિલ્હી પોલીસની મોટી સફળતા: 7 લાખનો ઈનામી મોસ્ટ વોન્ટેડ ગેન્ગસ્ટર કાલા જઠેડીની ધરપકડ

Damini Patel

તાલિબાની આતંક: અફઘાનિસ્તાનમાં આવેલા સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય પરિસર પર હુમલો, એક ગાર્ડનું મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!