GSTV

ઝટકો / સિંધિયાની હોમટાઉનમાં જ આબરૂની ધૂળધાણી, ‘બેશર્મ’ ફૂલોની માળા પહેરાવી ભાજપ સરકારનું નાક વાઢી લેવાયું

Last Updated on June 13, 2021 by Dhruv Brahmbhatt

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના કાફલાને રોકીને કોંગ્રેસના કાર્યકરોએ બેશર્મ ફૂલની માળા પહેરાવીને ધિક્કારપત્ર આપીને ભાજપ સરકારનું નાક વાઢી લીધું. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ સિંધિયાનો વિરોધ કરીને તેમને બેશર્મ ફૂલોની માળા પહેરાવવાની ચેલેન્જ ફેંકી હતી. વાવ્યા વિના કોઈ પણ જગાએ ઉગી જતાં ગુલાબી રંગનાં ફૂલોને બેશર્મ ફૂલ કહે છે. કોઈનું અપમાન કરવા માટે આ ફૂલોની માળા પહેરાવાય છે.

પોલીસે ગ્વાલિયરમાં એનએસયુઆઈના તમામ નેતાને નજરકેદ કરી લીધા

પોલીસે સિંધિયાના રોકાણ દરમિયાન ગ્વાલિયરમાં એનએસયુઆઈના તમામ નેતાને નજરકેદ કરી લીધા હતા. તેના કારણે ત્રણ દિવસ દરમિયાન કોઈ ઘટનાના બનતાં પોલીસે રાહતની લાગણી અનુભવી હતી. જો કે સિંધિયા શનિવારે સવારે કારમાં દિલ્હી જવા નિકળ્યા ત્યારે તેમના કાફલાને કોંગ્રેસના કાર્યકરોએ રોકી લીધો અને કારને ઘેરી લીધી.

સિંધિયાને કાર્યકરોએ ફૂલોની માળ પહેરાવીને ધિક્કારપત્ર પણ આપી દીધું. સિંધિયાએ ધિક્કારપત્ર વાંચીને નીચે ફેંકી દીધું હતું અને કાચ ચઢાવી દીધો. સૂત્રોનો દાવો છે કે, સિંધિયા જે રીતે તમતમી ગયા હતા એ જોતાં થોડાક પોલીસોનો ભોગ લેવાઈ જશે એ નક્કી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

કોરોના / અમેરિકન વેક્સિન કંપનીએ ભારતમાં રસીના ટ્રાયલ માટેની અરજી પાછી ખેંચી, ન જાહેર કર્યું કારણ

Zainul Ansari

7th Pay Commission : આવી રહ્યા છે વધુ એક સારા સમાચાર! રૂ .95,000 વધી જશે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર

Vishvesh Dave

IRCTCની શાનદાર ઓફર/ જયપુર સહિત આ 6 સ્થળોની મુલાકાત લો, તમને મફત રહેઠાણ અને ભોજનની મળશે સુવિધા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!