GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

લોકડાઉનમાં 1200 કિમીનું અંતર કાપી બહાદુર દિકરી પિતાને પરત લાવી ઘરે, ઈવાન્કા ટ્રંપે પણ ટ્વીટ કરી કહ્યુ…

લોકડાઉનમાં એક દીકરી પોતાના ઈજાગ્રસ્ત પિતાને સાયકલ પર બેસાડીને 1200 કિમીનું અંતર કાપીને ઘરે લાવી છે. બિહારના દરભંગાની 15 વર્ષની આ યુવતીની હિંમતને આંતરરાષ્ટ્રીય સલામ છે. જ્યારે તે પિતાને લઈને ઘરે પહોંચી, ત્યારે તેની પ્રતિભાને કારણે સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ ટ્રાયલ માટે બોલાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, જો તે ટ્રાયલમાં પાસ થશે તો તેને આધુનિક ટ્રેનિંગ આપવામાં આવશે.

જ્યોતિ કુમારીને આખો દેશ સલામ કરી રહ્યું છે

લોકડાઉનમાં પિતાથી દૂર રહેતા બિહારના પરિવારની દીકરી જ્યોતિએ બિરદાવવા લાયક કામ કર્યું છે. આ જ્યોતિ કુમારીને આખો દેશ સલામ કરી રહ્યું છે. ઘટનાની વિગત એવી છે કે લૉકડાઉનને લીધે જ્યોતિના પિતા બિહારમાં ફસાઈ ગયા હતા અને સાથે જ જ્યોતિ કુમારીના પિતાનું કામ પણ બંધ થઇ ગયું હતું. આ સમયે જ્યોતિએ પિતાને ઘરે પરત લાવવાનું વિચારી લીધું. પિતા મોહન પાસવાનને ડબલસવારીમાં બેસાડી 1200 કિલોમીટરનું અંતર કાપ્યું અને તેમને સહીસલામત ઘરે લાવી.

પ્રેમની એક ઝલક જોઈને જ ગદગદ

ઉલ્લેખનીય છે કે, ભારતમાં પરિવારનું સાથે રહેવાનું ચલણ વર્ષોથી છે. ‘વસુધૈવ કુટુંબકમ્’ નામની ભાવના તો ભારતમાં વર્ષોથી ચાલી આવે છે. ભારતીય પરિવારની ગૂંથણી સમગ્ર દુનિયા ખાસ કરીને યુરોપ-અમેરિકાને આકર્ષે છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાન્કા ટ્રમ્પ પણ તેવા જ લોકોમાં છે. જે ભારતમાં પારિવારિક પ્રેમની એક ઝલક જોઈને જ ગદગદ થઈ છે. તેમણે ટ્વીટર પર તે યુવતીની સ્ટોરી શૅર કરી છે. જેણે ગુરુગ્રામમાં ફસાયેલા પોતાના પિતાને સાઈકલ પર બેસાડીને બિહારના દરભંગા લાવી હતી.

જ્યોતિ માટે ઈવાન્કાનું ટ્વીટ

ઈવાન્કા ટ્રમ્પે ટ્વીટ કરી હતી કે,’15 વર્ષની જ્યોતિ કુમારીએ પોતાના ઈજાગ્રસ્ત પિતાને સાઈકલમાં સાત દિવસમાં 1200 કિલોમીટરનું અંતર કાપીને પોતાના ગામ લાવી હતી. આ ભારતીયોની સહનશીલતા અને તેમના અગાધ પ્રેમની ભાવના દર્શાવે છે.’

READ ALSO

Related posts

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્ર પર અંદાજ કરતા ઘણી વધારે થઈ અસર

Nilesh Jethva

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!