GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

પિતાને સાઈકલ પર બેસાડીને 1200 કિમીનું અંતર કાપ્યું, હવે આ રીતે બની શકે છે ‘સુપરસ્ટાર’

સુપરસ્ટાર

લોકડાઉનના આ તબક્કામાં જ્યોતિકુમારી નામની છોકરીએ પોતાના પિતાને સાઇકલ પર બેસાડીને ગુરુગ્રામથી બિહારના દરભંગા સુધીના 1200 કિલોમીટરની સફર ખેડી હતી. તેના માટે આ મજબૂરી હોઈ શકે પરંતુ ભારતીય સાઇક્લિંગ ફેડરેશનના ડાયરેક્ટર વી.એન. સિંઘે તેની અલગ રીતે નોંધ લીધી છે.

ખાસ ટ્રેનિંગ આપવામાં આવશે

સિંઘનું કહેવું છે કે અમે જ્યોતિકુમારીને ક્ષમતાવાન માનીએ છીએ અને તેને ટ્રાયલની તક મળશે. જો તે ફેડરેશનના નિયમો પર પાર ઉતરશે તો તેને ખાસ ટ્રેનિંગ આપવામાં આવશે અને ખાસ કોચિંગ પણ મળશે. આમ જ્યોતિ ભવિષ્યમાં સ્પોર્ટ્સમાં તેની કરિયર જમાવી શકે તેમ છે.

માત્ર આઠ દિવસમાં ગુરુગ્રામથી દરભંગાનો પ્રવાસ પૂરો કર્યો

જ્યોતિકુમારીએ લોકડાઉનમાં તેના પિતા મોહન પાસવાનને સાઇકલની પાછળ બેસાડીને માત્ર આઠ દિવસમાં ગુરુગ્રામથી દરભંગાનો પ્રવાસ પૂરો કર્યો હતો.તે દરરોજ 100થી 150 કિલોમીટર સાઇકલ ચલાવતી હતી. વી. એન. સિંઘનું કહેવું છે કે અમે હંમેશાં પ્રતિભાશાળી ખેલાડીઓની શોધ કરતા રહીએ છીએ અને જ્યોતિમાં ક્ષમતા હશે તો તેને ચોક્કસ તક મળશે.

અમે તેને ટ્રેનિંગ અને કોચિંગ આપીશું. જોકે તે માટે તેણે અમારા ધારાધોરણો પસાર કરવાના રહેશે. તે આમ કરી શકશે તો અમે તેને વિદેશથી સાઇકલ મગાવીને તાલીમ આપીશું.

Read Also

Related posts

મોટર ડ્રાઇવીંગ સ્કૂલને પણ છુટછાટ આપવામાં આવે તેવી ઉઠી માંગ, 25 હજારથી વધુ લોકો આ રોજગાર સાથે છે સંકળાયેલા

pratik shah

જૈન સમાજના સંતોને વિહાર દરમિયાન અડચણ ઉભી ન થાય તે માટે મુખ્યમંત્રી એહકારાત્મક પગલાં લેવાની તત્પરતા દર્શાવી

pratik shah

કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસ ‘સ્પીક અપ ઇન્ડિયા’ કેમ્પેઇન કરશે શરૂ, લોકોને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!