GSTV

રાજ્યમાં વધી રહેલા કોરોનાને કેસને પગલે જયંતિ રવિ જામનગર તો મુખ્ય સચિવ અનિલ મુકીમ બનાસકાંઠાની મુલાકાતે

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ આજે જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ કોરોના કેસની માહિતી લીધી હતી. આ ઉપરાંત જામનગરમાં કેસ વધે નહીં તે માટે જરૂરી નિર્દેશ પણ આપવામાં આવ્યા. જયંતિ રવિની અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠક પણ મળી હતી જેમાં ડોર ટૂ ડોર સર્વે કરવાની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત લોકો માસ્ક પહેરે અને ગંભીરતા સમજે તે અંગે પણ નિર્દેશ આપવામાં આવ્યા. બેઠકમાં હોમ આઈસોલેશન ઘણાં વિસ્તારોમાં શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ખાનગી તબીબના સહકારથી હોમ આઈસોલેશન શરૂ કરાવવાનો નિર્ણય કરાયો છે.

બે ખાનગી હોસ્પિટલોને કોવિડ તરીકે મંજૂરી

બનાસકાંઠામાં કોરોનાવાયરસના વધતા જતા સંક્રમણને લઈને રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીમ બનાસકાંઠાની મુલાકાત લીધી હતી. હજુ આવનારા સમયમાં કોરોના કેસ વધવાની દહેશત છે જેને લઇને મુખ્ય સચિવે વહીવટીતંત્ર અને સૂચનાઓ પણ આપી હતી બનાસકાંઠામાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે જોકે સરકારી કોવિડ હોસ્પિટલ પણ હવે દર્દીઓથી ઊભરાઈ રહી છે ત્યારે હવે વહીવટીતંત્ર દ્વારા પાલનપુરની બે ખાનગી હોસ્પિટલોને કોવિડ તરીકે મંજૂરી આપવામાં આવી છે.

જિલ્લા વહીવટીતંત્ર પણ હવે એક્શનમાં

પાલનપુરની 2 ખાનગી હોસ્પિટલ પણ આ કોરોના પોઝિટિવ દર્દીઓની હવે સારવાર કરી શકશે. જોકે આગામી સમયમાં પણ કોરોનાના વધતા જતા સંક્રમણની દહેશતને લઇને જિલ્લા વહીવટીતંત્ર પણ હવે એક્શનમાં આવ્યું છે ત્યારે રાજ્યના મુખ્ય સચિવે પણ આ કોરોના વાયરસના સંક્રમણની દહેશતને લઇને વહીવટી તંત્રને પણ જરૂરી સૂચનાઓ આપી હતી.

READ ALSO

Related posts

VIDEO/ બજરંગી ભાઈજાનની મુન્નીના આ વીડિયોએ સૌ કોઈનું દિલ જીતી લીધું

Pravin Makwana

રાજકોટની હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ બાદ બરોડા અને સુરતનું તંત્ર આવ્યું હરકતમાં

Nilesh Jethva

ભારતીય નેવીના સૂત્રોનો દાવો, ચીનના રિસર્ચ શિપની સંખ્યા હિંદ મહાસાગર સતત વધી રહી છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!