GSTV
Home » News » ‘વાંધો તો તારા બાપને આંય હતો જ નહીં’ ચાવડાના બચાવમાં રૂપાણી મેદાનમાં ઉતાર્યા

‘વાંધો તો તારા બાપને આંય હતો જ નહીં’ ચાવડાના બચાવમાં રૂપાણી મેદાનમાં ઉતાર્યા

કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવીને પ્રધાન બનેલા જવાહર ચાવડાએ પોતાને મીડિયાને બાપ ગણાવ્યા. જે બાદ પત્રકાર જગતમાં રોષ ફેલાયો. પરંતુ સીએમ રૂપાણી જવાહર ચાવડાના બચાવમાં આવી ગયા. સીએમ રૂપાણીએ પણ જવાહર ચાવડાનો બચાવ કરીને કહ્યું કે તેમનો ભાવાર્થ એવો ન હતો.

‘વાંધો તો તારા બાપને આંય હતો જ નહીં’

કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયેલા માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડામાં હવે ભરપૂર ઘમંડ આવી ગયો હોય તેમ લાગી રહ્યુ છે. તેઓ હવે સીધા પત્રકારો પર બેફામ બોલી રહ્યા છે. જવાહર ચાવડાના સામે આવેલા વીડિયોમાં તેઓ વિવેક ભૂલતા નજરે પડે છે. પક્ષપલટા અંગે બોલતા જવાહર ચાવડા પત્રકારોને ઉદ્દેશીને વાત કરતા જીભ પર કાબૂ ગુમાવતા આ વીડિયોમાં જોવા મળે છે. તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં કેમ જોડાયા તેવા મીડિયાના સવાલોનો ઉલ્લેખ કરીને કહે છે કે વાંધો તારા બાપને હતો જ નહી. મીડિયાકર્મીઓ અંગે જવાહર ચાવડાએ બોલેલા આ શબ્દોથી ચર્ચા પણ જાગી છે. ભાજપમાં સામેલ થઇને પ્રધાન બન્યા બાદ જવાહર ચાવડાએ આ વીડિયોમાં પત્રકારો માટે વાપરેલા શબ્દોને કારણે તેમની ટીકા પણ થઇ રહી છે.

લલિત વસોયાની પ્રતિક્રિયા

કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ પત્રકારોને લઈને કરેલી વિવાદિત ટિપ્પણી પર કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ આકરી પ્રતિક્રિયા આપતા ભાજપ પર નિશાન તાક્યુ. જેમાં તેઓએ કહ્યુ કે ભાજપમાં જોડાતાની સાથે જ તેઓ ભાજપ-સંઘની ભાષા બોલી રહ્યા છે. તો ભાજપમાંથી રાજીનામું આપનાર રેશ્મા પટેલે પણ કહ્યુ કે પત્રકારોને કોઇ પણ પ્રશ્ન પુછવાનો અધિકાર છે. તો પાસ કન્વિનરમાંથી કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કહ્યું કે કોઈને મીડિયા પ્રત્યે નારાજગી હોય. પરંતુ મીડિયા જ સમાજના પ્રશ્નો ઉઠાવે છે. પરંતુ જવાહર ચાવડાને પ્રધાન પદ મળી ગયુ છે. એટલે તેઓના સૂર બદલાયા છે. તો પાસ  આગેવાન દિલીપ સાંબવાએ કહ્યું કે  જનતા વતી મીડિયા જ્યારે સવાલ પૂછે ત્યારે જવાબ આપવો પડશે. જવાબથી ભાગતા ફરો તે નહી ચાલે. તો આ અંગે વિવાદ બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી બચતા જોવા મળ્યા હતા. તેઓએ કહ્યું કે મંત્રીએ ખુલાસો કર્યો છે. તેથી મારે વધારે કંઈ કહેવાની જરૂર નથી.

READ ALSO

Related posts

આ એક્ટ્રેસે લગ્નની આગલી રાત્રે જ પતિને છોડી બીજા અભિનેતા સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધો

Kaushik Bavishi

દુનિયાની સૌથી જૂની હોટલ, જેને 1300 વર્ષથી ચલાવી રહ્યો છે એક જ પરિવાર

Mansi Patel

UPમાં Viral થઈ રહી છે “ અલ્લાહ વાળી માછલી”, કિંમત પહોંચી લાખો સુધી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!