GSTV
Home » News » જે.વી. કાકડિયાએ વનવિભાગના અધિકારીઓની પોલ ખોલી, નાખ્યાં આવા આક્ષેપો

જે.વી. કાકડિયાએ વનવિભાગના અધિકારીઓની પોલ ખોલી, નાખ્યાં આવા આક્ષેપો

ગુજરાતનું ગૌરવ ગણાતા સિંહોના મોત મામલે ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયાએ વનવિભાગના અધિકારીઓ પર આક્ષેપ કર્યા છે. અધિકારીઓ મૂળ કારણ સુધી જતા નથી. અને બારોબાર જવાબ આપતા હોવાનો તેઓએ આક્ષેપ લગાવ્યો. વન વિભાગના અધિકારી ભલે મારણ ન આપતુ હોવાનો દાવો કરે પરંતુ આ દાવાની ધારાસભ્યએ પોલ ખોલતા કહ્યુ છે કે, જંગલની આસપાસના ગામોમાંથી સિંહોને મારણ નાખવામાં આવે છે. અને કોહવાયેલા મારણ ખાવાથી સિંહોના મોત થયા છે.

તેમણે રાજ્ય સરકારના વન પ્રધાન ગણપત વસાવા પર આરોપ લગાવતા કહ્યુ કે, કોઈપણ  સ્થિતિ જાણ્યા વિના વન પ્રધાન અધિકારીઓે અભિનંદન આપીને ચાલ્યા જાય છે. આટલા સિંહોના મોત છતાં સરકારની આંખો ખુલતી નથી. સિંહો માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા ન હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો.

Related posts

નિર્ભયા કેસ: ચારેય દોષીતોનું આ છેલ્લું હવાતિયું, ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવા માગ

Pravin Makwana

કોંગ્રેસનો કારમો રકાસ, એક સમયે કોંગ્રેસના ધારાસભ્ય રહેલા રામસિંહ પરમારે આજે અહીં આપી જોરદાર પછડાટ

Nilesh Jethva

Vivo એ લોન્ચ કર્યો 5G કેમેરા સાથે નવો સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ વિશે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!