GSTV

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ખેલાડીએ કોહલીની જગ્યાએ આ બેટસમેનને કહ્યો સર્વશ્રેષ્ઠ

Last Updated on August 7, 2019 by Mayur

ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં યાદગાર વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા સ્ટીવ સ્મિથના ભારોભાર વખાણ કરતાં કોચ જસ્ટિન લેંગરે તેને ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી કરતાં પણ ચડિયાતો ગણાવ્યો હતો. લેંગરે કહ્યું કે, જ્યારે મુશ્કેલીમાં મુકાયેલી ટીમની સમસ્યા ઉકેલવાની વાત આવે ત્યારે કોહલી કરતાં સ્મિથ ચડિયાતો છે. હાલના ક્રિકેટ વિશ્વમાં બોલરો માટે સ્મિથ એક સમસ્યારૃપ બની ગયો છે.

સ્મિથે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ એશિઝ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ધબડકામાંથી ઉગાર્યું હતુ. તેણે બંને ઈનિંગમાં સદી ફટકારીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મેળવ્યો હતો. લેંગરે કહ્યું કે, અમારી ટીમ છેલ્લા કેટલાક સમયથી પ્રમાણમાં નબળી છે છતાં અમે કોહલીને આઉટ કરવામાં સફળતા મેળવી હતી. જ્યારે એજબેસ્ટોનમાં જ્યાં પીચ ફાસ્ટ બોલરનો મદદગાર હતી અને ટીમ તનાવમાં હતી, ત્યારે સ્ટીવ સ્મિથે જે પ્રકારે જોરદાર લડત આપી તે ખરેખર અદ્ભૂત હતી.

લેંગરે કહ્યું કે, ગત ઉનાળામાં મેં કહ્યું હતુ કે, વિરાટ કોહલીએ મેં જોયેલા ક્રિકેટરોમાં સર્વશ્રેષ્ઠ છે, પણ સ્ટીવ સ્મિથની આ ઈનિંગ્સ તો ખરેખર સાવ અલગ જ સ્તરની હતી. હું માનુ છુ કે, યુવા ખેલાડીઓ સ્ટીવ સ્મિથની ઈનિંગ જોઈને ઘણુ બધુ શીખ્યા હશે. તેઓ તેની બેટીંગને ફોલો કરતાં હશે. હું જ્યારે રમતો હતો, ત્યારે મારે સ્ટીવ વૉ જેવા થવું હતુ. આ પછી મને પોન્ટિંગની સાથે રમવાની તક મળી અને હું તેનાથી પ્રભાવિત થયો.

ઓસ્ટ્રેલિયન કોચે ઊમેર્યું કે, જુદા-જુદા યુગમાં જુદા-જુદા મહાન ખેલાડીઓ આવતા જ હોય છે. જોકે સ્ટીવ સ્મિથ સાવ અલગ જ સ્તરની બેટ્સમેન છે. તેની રનસરેરાશ ૬૦ની છે અને તેણે જે પ્રકારની પરિસ્થિતિમાં રમી બતાવ્યું છે, તે ખરેખર યાદગાર રહ્યું. તેનામાં માત્ર કૌશલ્ય જ નથી, પણ મક્કમ ચારિત્ર્ય, જોશ, હિંમત અને અસાધારણ એકાગ્રતા છે.

READ ALSO

Related posts

જાતિવાદી કીડાઓની શરમજનક કરતૂત: ભારતીય ટીમની હાર માટે જાતિને જવાબદાર ઠેરવી, વંદનાના પરિવારને ગંદી ગાળો પણ આપી

Pravin Makwana

કામની વાત/ATMમાંથી પૈસા ન નીકળે તો તમને બેંક દરરોજ ચૂકવશે આટલા રૂપિયા, જાણી લો આ અગત્યનો નિયમ

Bansari

15 વર્ષથી વધુ ઉમરથી વધુની પત્ની સાથે સબંધ બનાવવું દુષ્કર્મ નથી, હાઇકોર્ટનો મોટો ચુકાદો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!